મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. રાજનીતિક દળ
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2019 (14:36 IST)

ઑલ ઈંડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ

પાર્ટી: ઑલ ઈંડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ 
સ્થાપના: 17 ઓક્ટોબર 1972 
સંસ્થાપક : એમજી રામચંદ્રન 
વર્તમાન પ્રમુખ : ઈ મધુસુદન 
ચૂંટણી ચિહ્ન- દો પાંદડી 
વિચારધારા-સામાજિક લોકતંત્ર અને સામાજિક ઉદારવાદ 
 
16માં લોકસભાની ત્રીજી સૌથી મોટી પાર્ટી ભારત રત્ન સમ્માન પ્રાપ્ત અભિનેતા રાજનેતા એમજી રામચંદ્રનએ દ્રમુકથી જુદા થઈ 17 ઓક્ટોબર 1972 માં  ઑલ ઈંડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ (અન્નાદ્રમુક)ની સ્થાપના કરી.  આ પાર્ટીના જનાધાર મુખ્ય રૂપથી તમિલનાડુ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાંડુચેરીમાં છે. 1989માં આ દળની મુખિયા જયલલિતા બની અને અંતિમ સમય સુધી તે પદ પર રહી. તેના ચૂંટણી ચિન્હ બે પાંદડીઓ છે. જયલલિતા પાંચા વાર રાજ્યની મુખ્યમંત્રી બની. 
 
એઆઈએડીએમકે 1977માં ડીએમકેના હરાવ્યા પછી સત્તામાં આવી અને 30 જૂન 1977માં એમજી રામચંદ્રન રાજ્યના 7મા મુખ્યમંત્રી બન્યા. રામચંદ્રનના નેતૃત્વમાં અન્નાદ્રમુકએ 1980માં પણ સત્તા હાસલ કરી અને તે મૃત્યુપર્યત 1987 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. "નમાદ અમ્મા" ના નામથી પાર્ટી અખબાર પણ નિકાળે છે. 
 
અન્નાદ્રમુખ એવી પહેલી દ્રવિડિયન અને ક્ષેત્રીય પાર્ટી હતી જે 1979માં પ્રધાનમંત્રી ચરણસિંહના મંત્રી મંડળમાં શામેલ થઈ. 16મી લોકસભામાં અન્નાદ્રમુક ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. જ્યારે રાજ્યસભામાં તેની 11 સભ્ય છે. પાર્ટીના આંદ્રપ્રદેશ, કર્નાટક અને કેરળમાં પણ હાથ આજમાવવાની કોશિશ કરી પણ અપેક્ષિત સફલતા નહી મળી. 1980માં પાર્ટીને જ્યારે મોટું ઝટકો લાગ્યું. ત્યારે દ્રમુકએ કાંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડી અને 39માંથી 37 સીટ જીતી. અન્નામુદ્રક તે સમયે 2 સીટ જ જીતી શકી હતી. 
 
એમજીઆરના નિધન પછી તેમની પત્ની જાનકી રામચંદ્રન 1 98 એમએલએની સાથે 24 દિવસની સરકાર ચલાવી. તે રાજયની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બની પછી જાનકી અને જયલલિતામાં રાજનીતિક ખેંચતાણ પણ ચાલી કારણકે બન્ને જ પોતાને એમજીઆરના ઉત્તરાધિકારી માનતી હતી. 
 
જયલલિતા દ્વારા સમર્થન પરત લઈ જવાના કારણે જ કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએની અટલ બિહારી વાજપેયી સરકાર એક વોટથી પડી ગઈ. 2014માં જયલલિતાને ભ્રષ્ટાચારના આરોપના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા જમાનત નહી મળવાના કારણ તેને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવું પડયુ હતું. અને તેના સ્થાને પન્નીરસેલવમને મુખ્યમંત્રી બનાવ્યું.