1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2023 (14:27 IST)

Rajasthan Election 2023: સીએમ અશોક ગહલોતે જીતનો વિશ્વાસ અપાવ્યો, બોલ્યા - કોંગ્રેસને મળશે સ્પષ્ટ બહુમત

ashok gehlot
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે સોમવારે વિશ્વાસ બતાવ્યો કે ગયા અઠવાડિયે થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની 200 વિધાનસભા સીટોમાંથી 199 સીટો પર શનિવારે મતદાન થયુ અને વોટોની ગણતરી ત્રણ ડિસેમ્બરે થશે. 
 
અશોક ગેહલોતે આરોપ લગાવ્યો કે બીજેપી નેતાઓએ પોતાના પ્રચારમાં ભડકાઉ ભાષાનો ઉપયોગ કર્યો અને ધર્મ કાડ રમવાની કોશિશ કરી, પણ લોકોએ તેમના તરફ ધ્યાન આપ્યુ નહી. 
 
કોંગ્રેસને મળશે સ્પષ્ટ બહુમત
ગેહલોતે મીડિયાને કહ્યું, "બધાએ જોયું છે કે તેમણે પ્રચારમાં કેવા પ્રકારની ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે ધર્મનું કાર્ડ રમી શક્યા નથી. લોકોએ તેમની અવગણના કરી છે અને રાજસ્થાનમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવવા જઈ રહી છે."
 
રાજ્યમાં કોઈ એન્ટી ઈન્કમ્બન્સી લહેર નથી 
તેમણે કહ્યું કે, "વડાપ્રધાન, ગૃહમંત્રી, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓએ રાજસ્થાનમાં એવી ભાષાનો ઉપયોગ કર્યો કે જેનાથી ગુસ્સો ભડકી શકે, પરંતુ રાજસ્થાનના લોકોએ તેની પરવા કરી નહીં." મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસની તરફેણમાં અંડરકરંટ છે અને રાજ્યમાં સત્તા વિરોધી કોઈ લહેર નથી. તેમણે કહ્યું, "ઘણું મતદાન થયું છે, શું થાય છે એ તો 3 ડિસેમ્બરે જ ખબર પડશે."