બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 1 મે 2020 (14:05 IST)

રાજકોટમાં હવેથી તમાકુ ખાનાર સામે કેસ નોંધાશેઃ પોલીસ કમિશ્નરનો આદેશ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, લૉકડાઉનમાં ફાકી અને સિગારેટના કાળાબજાર થઇ રહ્યા છે, ત્યારે શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરશે તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.  લૉકડાઉન જાહેર થયું તે દિવસથી આવશ્યક વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ માટે દરેક શહેરમાં પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ફાકી, પાન, સિગારેટના વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લદાયો હતો, અને પાનની દુકાનો એ દિવસથી બંધ થઇ ગઇ હતી, વ્યસનીઓ લૉકડાઉનમાં અકળાઇ ગયા હતા અને તેનો દુકાનદારોએ ગેરલાભ ઉઠાવી ફાકી, સિગારેટના કાળા બજાર શરૂ કર્યા છે. રૂ.12માં વેચાતી ફાકી રૂ.50માં પણ વેચાઇ રહી છે.