શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 19 માર્ચ 2020 (13:01 IST)

અમદાવાદમાં કોરોના કરતાં ડેન્ગ્યૂનાં આંકડા વધારે ચિંતાજનક

અમદાવાદ શહેરમાં કોરોનાના સંભવિત ભય સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.બીજી તરફ શહેરમાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી રહ્યો છે.ત્રણ વર્ષમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ  ૪૫૪૭ વર્ષ-૨૦૧૯માં નોંધાવા પામ્યા છે.મ્યુનિ.ના આરોગ્ય વિભાગની કામગીરી છતાં ત્રણ વર્ષમાં ડેન્ગયુથી કુલ ઓગણીસ અને ઝેરી મેલેરીયાથી કુલ પાંચ લોકોના મોત થવા પામ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા ફોગીંગ અને એન્ટિ લાર્વા ઓઈલ નાંખવા સહીતની કામગીરી કરવામાં આવે છે.મ્યુનિ.દ્વારા મચ્છરજન્ય રોગના કેસોને નિયંત્રિત કરવા દર વર્ષે ચોમાસાની મોસમમા કામગીરી કરવામાં આવે છે.આ સિવાયના સમયમાં ભાગ્યેજ આ મામલે કાર્યવાહી થતી હોય છે.જેને કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભરાઈ રહેતા પાણીના ખાબોચીયા સહીતના અન્ય સ્પોટ પર યોગ્ય સફાઈના અભાવે મચ્છરોનો ઉપદ્રવ સતત જોવા મળે છે.

સત્તાવારસુત્રોમાંથી મળતી માહીતી અનુસાર,વર્ષ-૨૦૧૭માં અમદાવાદમાં ડેન્ગયુના કુલ ૧૦૭૯ કેસ નોંધાયા હતા.જે સામે બે લોકોના મોત થયા હતા.વર્ષ-૨૦૧૮માં કુલ ૩૧૩૫ કેસ નોંધાયા હતા.જે સામે ચાર લોકોના મોત થયા હતા.વર્ષ-૨૦૧૯માં કુલ ૪૫૪૭ કેસ નોંધાવા પામ્યા હતા.જે સામે કુલ તેર લોકોના મોત થયા હતા.દરમિયાન વર્ષ-૨૦૧૭માં ઝેરી મેલેરીયાના કુલ ૧૩૨૯ કેસ નોંધાયા હતા.જે સામે બે લોકોના મોત થયા હતા.વર્ષ-૨૦૧૮માં કુલ ૭૧૦ કેસ નોંધાયા હતા.જે સામે કુલ બે લોકોના મોત થયા હતા.વર્ષ-૨૦૧૯માં કુલ ૨૦૪ કેસ નોંધાયા હતા.જે સામે એક વ્યકિતનું મોત થયુ હતુ.