શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (11:13 IST)

ગુજરાતની એસટી દેશની સૌથી સલામત સવારી, રોડ સેફ્ટી એવોર્ડથી સન્માનિત કરાઇ

હાથ ઉંચો કરો અને એસટીમાં બેસો, સલામત સવારી, એસટી અમારીનું સૂત્ર ધરાવતી ગુજરાતની એસટી બસને દેશની સૌથી સલામત સવારી તરીકે કેન્દ્ર સરકાર દ્વારા રોડ સેફ્ટી એવોર્ડ એનાયત કરાયો છે.એસટી નિગમે 7500 ફ્લીટ સર્વિસનું સંચાલન સલામત અને ઓછામાં ઓછા અકસ્માતથી કરીને આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. રાજ્યમાં 1 લાખ કિલોમીટરે થતાં અકસ્માતનું પ્રમાણ દેશમાં સૌથી ઓછું 0.06 રહ્યું છે. ગુજરાતને આ એવોર્ડ વાહન વ્યવહાર નિગમોના જૂના અકસ્માતોની માહિતી અને રેટનું વિશ્લેષણ કરીને તેમજ સલામત ડ્રાઇવિંગની સ્ટ્રેટેજીના અમલીકરણથી પ્રાપ્ત થયો છે. 10 વર્ષમાં અકસ્માતોનું પ્રમાણ 0.11થી ઘટીને 0.06 જેટલું નીચું ગયું છે. એસટી નિગમ દ્વારા સલામત ડ્રાઇવિંગ માટે ઓપન હાઉસ, સેફ્ટી મિટિંગ, માસ્ટર ટ્રેઇનરની નિમણૂક, ડ્રાઇવરોનું મેડિકલ ચેકઅપ, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની નીતિ અટકાવવા બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ જેવી સ્ટ્રેટેજી અમલી છે.