શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 નવેમ્બર 2018 (12:32 IST)

ભણશે ગુજરાત પછી રખડશે ગુજરાત! શિક્ષિત યુવકે રોજગાર નહીં મળતાં મોચી કામ શરુ કર્યું

એક તરફ જ્યાં સરકાર યુવાનોને નોકરી મળી રહી છે તેના દાવા કરે છે તો બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ દેખાય છે. ગોધરામાં એક ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવકને નોકરી ન મળતી હોવાને કારણે બુટ ચંપલ રીપેર કરવાનું એટલે મોચીનું કામ શરૂ કર્યું છે. જેને યુવકે નામ આપ્યું છે 'શિક્ષિત બેરોજગાર દ્વારા સંચાલિત બુટ ચંપલ રીપેરીંગ સેન્ટર.' મૂળ મધ્યપ્રદેશનો અને હાલ ગોધરામાં રહેતો, કોમર્સ ગ્રેજ્યુએટ અને આઈટીઆઈ કરેલા આ યુવાન ઓમવીર માન્ડરે  અત્યાર સુધી સરકારના ચાર ભરતી મેળામાં ગયો હતો. તે ઉપરાંત અનેક ખાનગી કંપનીઓમાં પણ નોકરીની શોધમાં ગયો હતો.
 પરંતુ તેને ક્યાંય નોકરી ન મળી હતી. જેને કારણે તેણે ગોધરાના બામરોલી રોડ પર આવેલ ભવાનીનગર પાસે બુટ ચંપલ રીપેરીંગ સેન્ટર ફૂટપાથ પર ચાલુ કર્યું છે. ન્યઝ 18ના રીપોર્ટ પ્રમાણે આ બૂટ-ચંપલ રીપેરીંગમાં તે માસિક છથી આઠ હજારની આવક મેળવી રહ્યો છે અને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યો છે. બીકોમ ફાઇનલ સુધીનો અભ્યાસ અને ત્યારબાદ સારી એવી નોકરી મળી રહે તેના માટે કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલી ઔધોગિક તાલીમ સંસ્થામાં કોમ્પ્યુટરનો પણ અભ્યાસ કરી ચુકેલો આ યુવાન મૂળ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરનો રહેવાસી છે.તે નાનપણથી જ ગોધરામાં પોતાના મામાના ઘરે રહે છે. તેણે એકથી દસ ધોરણ સુધીનો અભ્યાસ ગોધરામાં જ કર્યો હતો. ત્યારબાદ ધોરણ 11,12 અને કોલેજ માટે પોતાના વતન ઇન્દોરમાં ગયો હતો ત્યાં તેને બીકોમ ફાઇનલ સુધી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ પરત ગોધરા મામાના ઘરે આવી ગયો છે.
આટલો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાંય આ અભ્યાસમાં કોઈ કમી રહી હોવાનો અહેસાસ થતા તેને કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલી ઔધૌગિક તાલીમ સંસ્થામાં કોમ્પ્યુટર ટ્રેનિંગ કોર્ષ કર્યો હતો અને ત્યારબાદ સરકાર દ્વારા યોજવામાં આવતા ભરતી મેળામાં અનેક વખત નોકરી મેળવવા માટે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવતો હતો. પરંતુ સરકારના આટલા આટલા ભરતી મેળા થયા હોવા છતાંય રોજગારીની તકો ઉભી ન થઈ હતી.