શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (19:12 IST)

હવે ખેડુતો વૃક્ષોનું વાવેતર કરીને કાર્બન ક્રેડિટના આધારે આવક મેળવી શકશે

કેન્દ્ર અને રાજય સરકાર ખેડુતોને આવક બમણી કરવાના સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. વન વિભાગ દ્વારા ખેડુતના કલ્યાણલક્ષી વનીકરણની વિવિધ યોજનાઓ અમલમાં છે. રાજયના વન વિભાગ અને ટેરી, વી.એન.વી.સલાહકાર સેવાઓ સાથે સંયુકત રીતે વિરા પ્રોજેકટ પ્રવૃત્તિ હેઠળ ગુજરાતમાં એગ્રો ફોરેસ્ટ્રી પ્લાન્ટેશન માટે સ્વૈચ્છિક કાર્બન પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ રાજયના અમદાવાદ,  પંચમહાલ, મહેસાણા અને સુરત જિલ્લામાં આવેલા ભરૂચ સર્કલ એમ ચાર સામાજિક વનીકરણ વર્તુળોમાં આવેલા જિલ્લાઓમાં કાર્બન સિકવેસ્ટ્રેશનની સંભાવવાનું મૂલ્યાંકન કરવાનો અને ઉત્પાદિત કાર્બન ક્રેડિટના સ્વરૂપમાં ખેડુતોની આવકમાં વધારો કરવાનો છે.
 
આ પ્રોજેકટનો હેઠળ ખેડુતોએ પોતાના ખેતરોમાં ત્રણ વર્ષથી મોટા વૃક્ષોનું વાવેતર કર્યુ હશે તેમને પ્રોજેકટ દ્વારા તેમના વૃક્ષો પર કેટલો કાર્બન સ્ટોરેજ ઉત્સર્જન કર્યું છે તેના આધારે ખેડુતને કાર્બન ક્રેડિટગણી નાણા આપવામાં આવશે. દા.ત. કોઈ ખેડુતે એક એકરમાં લીમડો, પીપળો જેવા વૃક્ષોનું વાવેતર કર્યું છે જેથી આ પ્રોજેકટ હેઠળ વૃક્ષની ઉમર, થડનો ધેરાવાનો સર્વે કરીને ચોક્કસ સમય દરમિયાન કેટલો કાર્બન સ્ટોરેજનો ડેટા એકત્ર કરીને ખેડુતને કાર્બન ક્રેડિટના આધારે નાણા ચુકવવામાં આવશે. 
 
આગામી તા.૨૦/૯/૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગે બારડોલી તાલુકાના આફવા ગામે સરદાર સાંસ્કૃતિક ભવન ખાતે રસ ધરાવતા તમામ ખેડુતોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયું છે. આ પ્રોજેકટ વિશે કોઈ મંતવ્યો હોય તો નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, સુરત વન ભવન, ડી-માર્ટ સામે, ગંગેશ્વર મહાદેવ રોડ, અડાજણ સુરત-૩૯૫૦૦૧, [email protected] પર અથવા વદી એનર્ઝી એન્ડ રીસોર્સિસ ઈન્ટિટયુટ(ટેરી), નવી દિલ્હી, દબારી શેઠ બ્લોક, આઈ.એચ.સી. સંકુલ, લોધી રોડ, નવી દિલ્હી-૧૧૦૦૦૩ પર મોકલી આપવા સુરતના નાયબ વનસંરક્ષક દ્વારા જણાવાયું છે.