રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 નવેમ્બર 2023 (13:24 IST)

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ AMTSની 119 અને BRTSની 91 બસો દોડાવાશે

modi stadium
અમદાવાદ શહેરમાં રવિવારે 19 નવેમ્બરે મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે.ત્યારે દર્શકોને સ્ટેડિયમ સુધી જવા અને પરત આવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTSની વધુ બસો દોડાવવામાં આવશે.

સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે એક વાગ્યા સુધી શહેરના 16 રૂટ પર કુલ 119 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.તે ઉપરાંત BRTS બસની વાત કરીએ તો, રૂટિન 16 રૂટની 44 બસો થઈને વધારાની 46 મળી કુલ 91 બસો દોડાવાશે. બીજી તરફ ટુંક સમયમાં જ અમદાવાદની લાઈફ લાઈન તરીકે જાણીતી બનેલી મેટ્રો રેલનો પણ આ મેચને લઈને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાત મેટ્રો રેલ દ્વારા અગાઉ આઈપીએલની મેચો અને તહેવારને લઈને ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો હતો. ત્યારે હવે ફાઈનલ મેચને લઈને પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રવિવારે સવારે 6.20 થી લઈને રાત્રે એક વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને AMC દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અને તમામ રૂટ, પાર્કિગ પ્લોટ અને મોબાઈટ ટોયલેટ સહિતની જગ્યાઓ પર ખાસ સફાઈ કરવામાં આવશે. 17 થી 20 નવેમ્બર સુધી ચાર ઝોનમાંથી 25 સફાઈ કામદારો મળી 100 જેટલા સફાઈ કામદારોની ટીમ કામગીરી કરશે. મેચ બાદ પણ રાતે 1 વાગ્યાથી ખાસ રાત્રિ સફાઈ કરવામાં આવશે. સ્ટેડિયમના રૂટ અને આસપાસના વિસ્તારમાંથી જો કોઈ ખાણીપીણીની દુકાન કે હોટેલ્સ દ્વારા બહાર રોડ ઉપર કચરો ફેંક્યો હોય તો તેમની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવશે.