શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 નવેમ્બર 2023 (10:37 IST)

DJ સાથે નીકળી પિતાની અંતિમ યાત્રા

કપડવંજના કાવઠ ગામમાં રહેતા કાનાભાઈ ગલાભાઈ વણકર ચાર પેઢીનું સુખ પામીને 100 વર્ષથી વધુ સુખેથી જીવીને મૃત્યુ પામતાં પુત્રોએ ડીજેના તાલે અંતિમયાત્રા કાઢી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ગઈકાલે સાંજે કાનાભાઈ ગલાભાઈએ ઉંમરને અને સામાન્ય બીમારીના કારણે દેહ છોડ્યો હતો, જેથી તેમના બંને પુત્રોએ નક્કી કર્યું કે પિતાએ તેમના જીવનને સરસ બનાવવા ઘણા સંઘર્ષ કર્યા છે અને 100 વર્ષે પણ તંદુરસ્ત અને સારું જીવન જીવ્યા છે, જેથી તેમની અંતિમયાત્રા ડીજે સાથે નીકાળવી છે, એવું આયોજન કરાયું હતું.
 
ગઈકાલે  સવારે 10 કલાકે કાવઠ ગામે કાનાભાઇની ડી.જે. સાથે અંતિમયાત્રા નીકળતાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોને પિતૃ પ્રેમનાં દર્શન થયાં હતાં. કળયુગમાં જ્યાં એક બાજુ બાળકો યુવાન થતા જ માતા પિતા પ્રત્યે ઓરમાયું વર્તન કરે છે ત્યાં આ રીતે પિતાને સન્માનપૂર્વક વિદાય આપવી ખરેખર એક સુપુત્રનું ઉદાહરણ પૂરુ પાડે છે.