સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (09:24 IST)

રાણપુરના કિનારામાં 15 વર્ષની સગીરાને ભાઈને મારી નાખવાની ધમકી આપી 2 દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી 23 વર્ષીય નરાધમે સગીરાને વાડીમાં બે દિવસ સુધી ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાને તા.11/૩/22ના રોજ સવારે 11.૦૦ કલાકે કિનારા ગામનો હિમ્મત સામજી ડાભી નામના યુવકે ફોન કરીને ઘરે બોલાવી હતી. સગીરા યુવકના ઘરે પહોંચે તે પહેલા આ યુવકે ફરીથી સગીરાને ફોન કરીને કિનારા ગામે આવેલી સુખાભાઈ ભરવાડની વાડીએ આવવાનું કહેતા આ સગીરા સુખાભાઈ ભરવાડની વાડીએ ગઈ હતી ત્યાં આ નરાધમ યુવકે સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી સગીરાને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બે દિવસ સુધી બળજબરી પૂર્વક વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

તા.12/૩/22નાં રોજ સાંજે 5.૦૦ કલાકે સગીરાને વાડીએથી ભાગવાનો મોકો મળતા સગીરા ભાગીને તેના ઘરે આવીને સમગ્ર હકીકત તેના માતા પિતાને જણાવતા સગીરાનાં પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં તા.14/૩/22નાં રોજ આરોપી હિમ્મત સામજી ડાભી (ઉ.વ.23) વિરૂદ્ધ ફરિયાદ નોંધવાતા રાણપુર પોલીસે પોસ્કોનો ગુનો નોંધી વધુ તપાસ એસ બી ચૌધરી સીપીઆઈ બોટાદ કરે છે. જ્યારે સગીરાને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.રાણપુર પોલીસે આરોપીને ઝડપી પાડવા રાણપુર, બરવાળા અને પાળિયાદ પોલીસ તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જીની જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કરતા પોલીસે આરોપી હિમ્મત સામજી કોળીને તા.13/2/22નાં રોજ મોડી રાત્રે બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામેથી ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.