ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (18:13 IST)

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 283 સિંહ અને 333 દીપડાનાં મોત થયાં

ગુજરાતમાં સિંહ અને દીપડાના મોત અંગે ચિંતાજનક આંકડાઓ સામે આવ્યાં છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયાં છે. છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહોના થયા મૃત્યુ થયાં છે. બીજી તરફ બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે. કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં છે. જ્યારે અકુદરતી મૃત્યુમા 67 દીપડા અને 23 બાળ દીપડાના મોત થયાં છે. ગીર અભયારણ્યમાં બે વર્ષમાં 14 કરોડની આવક થઈ હોવાનું પણ સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું.ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે પ્રશ્ન પૂછ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહોના મોત થયાં છે. આ સવાલના જવાબમાં સરકાર વનમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, બે વર્ષમાં સિહોનો વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 31 ડિસેબનર 2021ની સ્થિતિએ સિંહોની સંખ્યા 674 પહોંચી છે. ગીરમાં અભયારણમાં 345 અને ગીર બહારના અભયરણમાં 329 સિંહો છે. જેમાંથી 206 નર 309 માદા અને 29 સિંહ બાળ છે. વણ ઓળખાયેલા 130 સિંહો છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયાં છે.છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહોના થયા મૃત્યુ થયાં છે.વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ પ્રશ્ન પૂછ્યો હતો કે, 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ લાયન પ્રોજેક્ટની જાહેરાત ક્યારે કરવામા આવી હતી. તે અંતર્ગત કેટલા નાણાં ફાળવવામાં આવ્યાં હતાં. આ સવાલના જવાબમા સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લાયન પ્રોજેક્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મંજુરી માટે મોકલી છે. હાલ આ પ્રોજેક્ટ મંજુરીની પ્રક્રિયા હેઠળ છે. એક અન્ય પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું કે ગીર અભ્યારણ્ય અને નેશનલ પાર્કમાં પેરાપેટ વિનાના 4376 ખુલ્લા કુવાઓ આવેલા છે, આવા ખુલ્લા કૂવાઓમાં સિંહ તથા અન્ય રક્ષિત વન્ય પ્રાણીઓના પડવાથી ઈજા અને મૃત્યુ પામે છે.વન વિભાગ દ્વારા સિંહોના શિકાર અને અપમૃત્યુના બનાવો અટકાવવા માટે વેટિનરી ડોકટર, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે, રોડ ઉપર સ્પીડ બ્રેકર , સાઈન બોર્ડ, વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે સજ્જ પેટ્રોલિંગ, ખુલ્લા કૂવાઓ ફરતે વોલ, સિંહોને રેડિયો કોલરિંગ,ચેક નાકા પર CCTV અને ચેઇન લિંક ફેનસિંગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાનો જવાબ સરકારે આપ્યો છે. આ આંકડો દર્શાવે છે કે રાજ્યમાં સિંહોના મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમરે વન મંત્રીને પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં સિંહની માફક દીપડાના મોતનો પણ પ્રશ્ન વિધાનસભામાં ઉઠ્યો હતો. તેમાં સરકારે કબુલ્યું હતું કે બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે. કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં છે. જ્યારે અકુદરતી મૃત્યુમા 67 દીપડા અને 23 બાળ દીપડાના મોત થયાં છે.ધારાસભ્ય ગોવિંદ પટેલે વનમંત્રીને પૂછેલા પ્રશ્નનો સરકારે લેખિત જવાબ રજુ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ સાસણગીર અભયારણમાં પ્રવાસીઓની મુલાકાતમાં વધારો થયો છે. વર્ષે 2020માં 2 લાખ 45 હજાર 651 પ્રવાસીઓ આવ્યા હતા તેની સામે વર્ષે 2021માં 5 લાખ 3 હજાર 990 મુલાકાતીઓએ અભ્યારણની મુલાકાત લીધી હતી. બે વર્ષમાં કુલ 7,49,648 પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી. બે વર્ષમા 1,38,777 પ્રવાસીઓને પરમીટ ઇશ્યુ કરાઈ હતી. ગીરમાં અભયારણમાં વર્ષે 2020માં 5 કરોડ 31 લાખ 21 હજારની આવક થઈ, જ્યારે વર્ષે 2021માં 9 કરોડ 47 લાખ 86 હજાર 633 રૂપિયાની આવક થઈ હતી. આમ ગીર અભયારણ્યમાં બે વર્ષમાં 14 કરોડની આવક થઈ છે. બે વર્ષમાં 14 કરોડ 79 લાખ 7633 રૂપિયાની આવક થઈ હતી.