શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (12:45 IST)

ગુજરાતમાં ભારે વરસાદને કારણે 177 રસ્તાઓ બંધ થયા, સૌથી વધુ ભરુચ જિલ્લામાં અસર

177 roads closed due to heavy rains in Gujarat
177 roads closed due to heavy rains in Gujarat
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 177 રસ્તાઓ બંધ થયા છે. જેમાં 3 નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે.

આ સાથે પંચાયત હસ્તકના 152 રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે 177 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના 3 નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યા છે. કચ્છ, છોટાઉદેપુર, ભરુચમાં એક-એક હાઈવે બંધ કરાયા છે. આ ઉપરાંત 152 પંચાયત હસ્તકના માર્ગો બંધ કરાયા છે. સૌથી વધુ ભરુચ જિલ્લામાં 69 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પંચમહાલમાં 22, વડોદરા જિલ્લાના 20 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 248 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ અને મેંદરડામાં આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ થયો છે.રાજ્યમાં 207 ડેમ 93 ટકા ભરાયા છે. રાજ્યના 90 જળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે. જ્યારે 111 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ, 30 જળાશયોમાં 50થી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25થી 50 ટકા જળસંગ્રહ અનેફક્ત 14 જળાશયોમાં 25 ટકા કરતા ઓછો જળસંગ્રહ થયો છે.