રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (12:32 IST)

ફટાકડાની દુકાનમાં આગ લાગતાં 7 બાઇક અને એક કાર બળીને ખાખ, સર્જાયો ભયાવહ નજારો

એક ફટાકડાની દુકાનમાં આગ લાગી ગઇ જેના લીધે આસપાસની ત્રણ બિલ્ડીંગોને નુકસાન પહોંચ્યું છે. જાણકારી અનુસાર આ ઘટનામાં સાત બાઇક અને એક કાર બળીને ખાખ થઇ ગઇ છે.  
 
આ ઘટના આણંદ શહેરની છે જ્યારે દિવસના સમયે અચાનક એક ફટાકડાની દુકાનમાં આગ લાગી ગઇ છે તેને જોતાં આગએ ઘણી દુકાનોને પોતાની ચપેટમાં લીધી હતી. આગ લાગવાના લીધે ઘટનાસ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવીને ભાગતાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ઓપરેશન ચલાવવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઓપરેશનમાં એક ફાયરબ્રિગેડના કર્મચારીને પણ ઇજા પહોંચી છે. 

 
ન્યૂજ એજન્સી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં નજારો એકદમ ભયાવહ છે. વીડિયોમાં આગ સંપૂર્ણપણે ત્રીજા માળે પોતાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહોલ છે. લોકો ઘટનાસ્થળ પર ઉભા રહીને બિલ્ડીંગમાં લાગેલી આગનો વીડિયો અને ફોટા પાડતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર જોવા મળી રહી છે જે પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 
 
સમાચારો અનુસાર ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ઘટનાનો આ નજારો ભયાનક દેખાઇ રહ્યો છે. જોકે અત્યાર સુધી આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.