1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 જુલાઈ 2022 (09:52 IST)

બીલીમોરા નજીક કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલો પૂલ બેસી ગયો, વાહન વ્યવહાર બંધ

kaveri
રાજ્ય સરકાર દ્વારા 7 વર્ષ અગાઉ કરોડના ખર્ચે કાવેરી નદી પર તૈયાર કરવામાં આવેલો બીલીમોરા થઇ આંતલિયા અને ઉડાચને જોડતો પુલ બનાવવામાં આવ્યો હતો. જે ઉંડાય વાણિયા, ફળિયા, લુહાર ફળિયા ગ્રામજનોએ બીલીમોર વગેરે સ્થળો જવામાં સરળતા રહેતી હતી. આંતલિયાથી 5 કિલોમીટર વાયા ઊંડાચ સીધા નેશનલ હાઇવે નંબર 48ના બલવાડા પહોંચી જવાથી હાઇવે સુધી જવા માટે અંતર ઘટી ગયું હતું. 

ભારેના કારણે કાવેરી નદીમાં ભજયનક પૂરના કારણે બંને કાંઠે વહેવાને કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
 
ગુરુવારે મોડી રાત્રે કાવેરી નદીનું જળસ્તર ઘટતા ઊંડાચ તરફથી પુલનો થોડો ભાગ પહેલો પિલર થોડો બેસી જતા પુલને નુકસાન થયું હતું. પુલ ક્ષતિગ્રસ્ત થતાં તંત્રમાં દોડધામ મચી જમા પામી હતી. ઊંડાચ તરફ જતા પુલનો પહેલો પિલ્લર બેસી જવાને કારણે એક્સપાન્શન જોઈન્ટમાં ગેપ વધી ગયો છે. જેના કારણે જોખમી બનેલા આ પુલને વાહન વ્યવહાર અને આવાગમન માટે સદંતર બંધ કરી દેવાયો છે.
 
​​​​​​​​​​​​​​પુલ આવાગમન માટે બંધ થતા લોકોને 20 કિલોમીટર વધારે ચકરાવો લેવાનો વારો આવશે. આ પુલની ગંભીરતા ધ્યાને લઇ ગાંધીનગરની ટેકનિકલ ટીમ આ પુલનું નિરીક્ષણ કરવામાં આવશે. બેસી ગયેલા પીલરનું નિરીક્ષણ કરી આ બાબતે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવશે એમ જાણવા મળ્યું છે.