ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 31 ડિસેમ્બર 2022 (14:49 IST)

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં આવેલા સાન્તાક્લોઝને લોકોએ ફટકાર્યા હોવાનો વીડિયો વાયરલ

A video of people hitting Santa Claus
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં સાન્તાક્લોઝ બનીને આવેલા લોકોને કેટલાક લોકોએ દોડાવી દોડાવી ને માર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા આ કાર્નિવલમાં હજારો લોકો આવી રહ્યાં છે. અહીં શુક્રવારે રાતે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના એન્ટ્રી ગેટ પાસે કેટલાક લોકોને હિંદુ સંગઠનના લોકોએ દોડાવી દોડાવીને માર્યા હતા.

આ વીડિયોમાં કેટલાક લોકો એવું પણ બોલતા સંભળાય છે કે તેઓ અહીં આવીને ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા અને ઘણા સમયથી સાન્તાક્લોઝના કોસ્ચ્યૂમ પહેરીને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટેનાં પુસ્તકો વહેંચી રહ્યા હતા. આ વાત ધ્યાન પર આવતાં તેમને અહીંથી કાઢી મુકવાની તૈયારી કરવામાં આવી હતી. ગઈ કાલે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સાન્તાક્લોઝ બનીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહેલાઓને લોકોને બેફામ ગાળો બોલીને લાફા ઝિંકાયા હતાં. આ વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે કેટલાક લોકોએ સાન્તાક્લોઝ બનેલા લોકોને કહી રહ્યાં છે કે તમારા ચર્ચમાં જઈને તમારા ધર્મનો પ્રચાર કરો. આ કાર્નિવલમાં લોકોને ટાર્ગેટ કરીને મિશનરીના પ્રચારકો તેમને પુસ્તકો આપી ચર્ચમાં આવવા આમંત્રણ આપતા હોવાના પણ આક્ષેપો થયા છે.