ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 એપ્રિલ 2021 (12:10 IST)

હે ભગવાન... પુત્રની ઘેલછામાં હેવાન બની માતા, સવા મહિનાની જીવતી બાળકીને શૌચાલયમા ફેંકી

પંજાબના ફરીદકોટમાં દિલ દહેલાવનારી ઘટના બની છે. અહીં એક મહિલાએ પુત્રની ઘેલછામાં પોતાની નિર્દોષ બાળકીની હત્યા કરી. ઘટના કલેર ગામની છે.  શુક્રવારે સવારે ક્લેર ગામમાં એક મજૂર પરિવારે બૂમરાણ કરી કે તેમની બે મહિનાની પુત્રી ઘરમાંથી ગાયબ છે. લોકોએ આસપાસમાં શોધખોળ કરી પરંતુ બાળકી ક્યાંય મળી નહી તો ગ્રામજનોને પરિવાર પર શંકા ગઈ. તેથી તેમને બાળકીની માતાને પુછ્યુ તો તેને કબૂલ્યુ કે તેણે જ બાળકીને મારી નાખી. પોલીસના કહેવા મુજબ  બાળકીના પિતાના નિવેદન પર તેની માતા વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.  મળતી માહિતી મુજબ આ પરિવાર છેલ્લા 7 મહિનાથી આ ભઠ્ઠી પર કામ કરી રહ્યુ હતુ. 
 
મળતી માહિતી મુજબ આરોપી મહિલા સૈનાને પહેલા જ બે છોકરીઓ અને એક છોકરો છે.  તે એક વધુ છોકરો હોવાની ઈચ્છા ધરાવતી હતી પણ સવા મહિના પહેલા તેને ત્રીજી બાળકીને જન્મ આપ્યો. 
 
પુત્ર ન થવાથી ગુસ્સામાં  મહિલાએ શુક્રવારે જ સવારે પુત્રીને જીવતી જ ફ્લશ ટૈંકમાં ફેંકી દીધી. જ્યા સુધી ગામના લોકો બાળકીને બહાર કાઢતી, માસૂમનો શ્વાસ થંભી ગયો હતો.  આ પરિવાર યૂપીના બાંદ્રા જીલ્લામાં રહેનારો છે. 
 
ઘટના સ્થળ પર હાજર મજૂરોએ જણવ્યુ કે ઘણી શોધ ખોળ કર્યા પછી પણ જયારે બાળકી ન મળી તો તેમણે ફ્લશમાં જોયુ. જ્યારે ફ્લશના સ્લૈબને ઉખાડીને જોયુ તો બાળકી તેની અંદર હતી. તેને સળિયાની મદદથી બહાર કાઢવામાં આવી પણ ત્યા સુધી બાળકીનુ મોત થઈ ચુક્યુ હતુ.