સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (19:03 IST)

અકસ્માત: બાળકી સહિત 3નાં મોત- કાર-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત

પાટણ-ચાણસ્મા હાઈવે પર લણવા ગામ નજીક અકસ્માત સર્જાયો છે કે જેમાં 2 વર્ષની બાળકી સહિત 3નાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.  પાટણ-ચાણસ્મા હાઇવે ઉપર લણવા ગામ નજીક દૂધ ભરેલા ટેન્કર અને સુરતથી મેથાણિયા ગામે સીમંતના પ્રસંગમાં આવેલા પરિવારની કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા સવાર 5 પૈકી 2 વર્ષની બાળકી સહિત એક જ પરિવારનાં 3 લોકોનાં મોત થયાં હતાં. ઘટનાને થયા બાદ લોકોના ટોળા એકત્ર થતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો.