સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (17:39 IST)

પેટ્રોલ પંપ માલિકો આંદોલન પર-કમિશન વધારવાની માગ સાથે રાજ્યના પેટ્રોલ પંપ માલિકો ઈંધણ ન ખરીદી દર્શાવશે વિરોધ

રાજ્યના 4 હજારથી વધુ પેટ્રોલ પંપના માલિકો આંદોલનના માર્ગે ચડ્યાં છે. ત્રણેય ઓઇલ કંપનીઓ સામે ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને બાંયો ચડાવી છે. પેટ્રોલ, ડીઝલ અને CNG માં છેલ્લાં 3 વર્ષથી કમિશન ન વધતા એસોસિએશનએ આંદોલનનો માર્ગ નક્કી કર્યો છે.
 
ગુરુવારે રાજ્યના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં નહીં આવે. દૈનિક 2 કરોડ 75 લાખ લીટર પેટ્રોલ-ડીઝલની ઓઇલ કંપનીઓ પાસેથી ખરીદી થાય છે. જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી દર ગુરુવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરવા એલાન કરાયું છે. દર ગુરુવારે બપોરે 1થી 2 CNG નું વેચાણ પણ બંધ રાખવામાં આવશે. હાલમાં પેટ્રોલમાં 3 રૂપિયા, ડિઝલમાં 2 રૂપિયા અને CNG પર 1.75 પૈસા કમિશન મળે છે.