રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 19 જુલાઈ 2021 (17:39 IST)

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ લાવવામાં આવશે

અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ લાવવામાં આવશે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે રવિ પૂજારીની કસ્ડટી લીધી છે. બોરસદ ખંડણી કેસમાં રવિ પૂજારીની કસ્ટડી મેળવવામાં આવી છે. રવિ પૂજારીને 21 જાન્યુઆરી 2019માં પશ્ચિમ આફ્રિકાથી ઝડપવામાં આવ્યો હતો. રવિ પૂજારી સેનેગલમાં એન્ટોની ફર્નાડિસના નામથી રહેતો હતો. તે સમયે કર્ણાટક પોલીસે રવિ પૂજારીની કસ્ટડી લીધી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ વિદેશથી ફોન કરીને ગુજરાતના ઉદ્યોગપતિ, ધારાસભ્યો સહિત 20 લોકો પાસે કરોડોની ખંડણી માંગી હતી, જેમા ખાસ કરીને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ભૂતપૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ અને વિમલ શહા અને પુજા વંશ સહિત અમદાવાદની 12 વ્યક્તિઓનો  સમાવેશ થાય છે.   તદ્દઉપરાંત અમૂલ ડેરીના એમડીને પણ ફોન કરીને કરોડોની ખંડણી માંગીને ધમકી આપી હતી. આ તમામ ગુના નોંધીને પોલીસે તપાસ આરંભી હતી.  હવે ગુજરાત પોલીસ વર્ષોથી પોલીસને હાથતાળી આપીને નાસતા અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને અમદાવાદ લાવવા તૈયારીઓ શરૂ કરી છે. આ ઉપરાંત અમદાવાદના બિલ્ડર પાસે 5 કરોડ માગ્યા હતા. આણંદના પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરાવ્યું હતું. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીને પણ ધમકી આપી હતી. અને અમૂલના MD આર.એસ. સોઢીને પણ ધમકી આપી ચૂક્યો છે.

રવિ પુજારીએ કરોડો રૂપિયાની ખંડણી લોકો પાસેથી ઉઘરાવી હતી. રવિની આફ્રિકાથી ધરપકડ કરાઇ હતી અને હાલમાં છેલ્લે તે મહારાષ્ટ્રની જેલમાં બંધ હતો. અમદાવાદ સહિત ગુજરાતના અનેક ગુનાઓમાં તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રવિ પુજારીની કસ્ટડી લેવા માટે મહારાષ્ટ્ર પહોંચી છે અને ટ્રાન્ઝિક્ટ રિમાન્ડને આધારે તેની કસ્ટડી મંગાશે