ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (12:01 IST)

તહેવારોમાં વધારાની બસો દોડાવવામાં આવશે, એસટી બસની મુસાફરી 25 ટકા બનશે મોંઘી

ટ્રેનની મુસાફરી બાદ ટૂંક સમયમાં તમને બસની મુસાફરી મોંઘી પડી શકે છે કેમ કે દિવાળીના તહેવારોમાં લોકોને અવર જવરમં અનુકૂળતા રહે તે માટે એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે આ સાથે જ 25 ટકા ભાડું વધશે. 
 
દિવાળી ટાળે લોકો માદરે વતન જતા હોય છે ત્યારે તહેવારોમાં ભીડ જામતી હોય છે. ત્યારે લોકો અવર જવરમાં મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન વધારાની બસો દોડતી ત્યારે ઘણી ટ્રીપમાં મુસાફરોની પુરતી સંખ્યા ન મળતી હોવાથી નુકસાન વેઠવું પડે છે. એક તરફ દિન પ્રતિ દિન પેટ્રોલ ડીઝલ અને હવે સીએનજી ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ નુકસાન ભરપાઇ કરવા માટે 25 ટકા જેટલો ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મુસાફરોના માથે વધારાનો બોજ આવશે.
 
દિવાળીના પર્વ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાત અને ગોધરા, દાહોદ તરફ જે વધારાની બસો દોડાવવામાં આવે છે. તે મુસાફરોને આ ભાડા વધારાનો સામનો કરવો પડશે. ત્યારે હાલમાં જે નિયમિત બસોની અવર જવર થઇ રહી છે તેનું ભાડું યથાવત્ રહેશે.