મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 17 મે 2022 (13:25 IST)

લીંબુ તો રડાવી રહ્યો છે હવે ટમેટા પણ રડાવ્યા- લીંબુ બાદ હવે ટમેટાના ભાવ આસમાને

ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું.  લીંબુના ભાવ બાદ ટામેટાના ભાવમાં પણ વધારો ટમેટાના પ્રતિ કિલોના ઊંચામાં રૂ.50ના ભાવ બોલાતા ઘરઆંગણે છૂટક બજારમાં સારી ક્વોલિટીના ટમેટાના ભાવ રૂ.80-90ના મથાળે અથડાઇ ગયા છે.
 
મહાષ્ટ્ર તરફથી ટમેટાનો જથ્થો આવી રહ્યો હતો. દરમિયાન હાલ બેંગલોરમાં વરસાદ પડતા ત્યાંની આવકો પણ ઘટવા લાગતા બીજી તરફ ટમેટાની ડિમાન્ડ વધતા ભાવ ઊંચકાયા છે.