1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (12:22 IST)

હાર્દિક પટેલની પ્રેસ કૉંફરન્સ બોલ્યા - કોંગ્રેસ લોકોનો દુરુપયોગ કરીને ફેંકી દેવાની નીતિ અપનાવે છે, પાર્ટીમાં જાતિવાદની રાજનીતિ ભારે પડી

hardik patel
પાટીદાર અનામત આંદોલનમાંથી નીકળેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં કોંગ્રેસ છોડી દીધી છે. હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ સહિત બધા પદો પરથી રાજીનામુ આપી દીધુ છે. હાર્દિકે રાજીનામુ આપતા પહેલા રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો હતો. પણ રાહુલ ગાંધીએ તેમની સાથે મુલાકાત કરી નહી. ત્યારબાદ પટેલે પાર્ટીના બધા પદો પરથી રાજીનામુ આપી દીધુ હતુ. બીજી બાજુ આજે હાર્દિક પટેલે અમદાવાદમાં પ્રેસ કૉન્ફ્રેસ કરી અને કોંગ્રેસ પર અનેક ચાબખા માર્યા આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરી છે. તેમણે રામમંદિર માટે ઈંટો મોકલવી, NRC-CAAને આવકાર, મસ્જિદોમાંથી મંદિર નીકળવા જેવા ભાજપના મુદ્દાઓને ઉઠાવ્યા છે.
 
કોંગ્રેસમાં જાતિવાદની રાજનીતિ
હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસમાં મને કાર્યકારી જવાબદારી સોંપાઈ બે વર્ષ સુધી કોઈ મને કાર્યકારી તરીકેની જવાબદારી નથી સોંપાઈ. તેમણે કહ્યું કે,ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. લોકો માટે નિષ્ઠાપૂર્વક આંદોલન કર્યું છે. કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે.કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન ,ચીમનભાઈ પટેલને કોગર્સમાં હટાવી દેવાયા છે. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.
 
નેતાઓ અને ધારાસભ્યો માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે
ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજના હોય તેમને કોંગ્રેસમાં સહન કરવું પડ્યું છે. કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે અને તે જ તેમની રણનીતિ છે. ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી.ગુજરાતમાં અસંખ્ય નેતાઓ અને ધારાસભ્યો એવા છે જે માત્રને માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે.
 
હાર્દિકને લઈને ભાજપમાં એકમત નહી 
હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન ભાજપની પ્રદેશ ટીમે હાર્દિકને ભાજપમાં લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ નેતાઓમાં મતભેદો જોવા મળ્યા હતા. જેમાં હાર્દિક પટેલને ભાજપમાં જોડાવા માટે કોઈએ મત આપ્યો ન હતો. હાર્દિકને ભાજપમાં ન જોડાવાનું કહેનારા નેતાઓએ દલીલ કરી હતી કે હાર્દિકે ભાજપને ઘણું નુકસાન કર્યું છે, પાર્ટી નેતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી છે.  હાર્દિકને ભાજપામા લેવાથી પાટીદાર નેતાઓ અને મતદાતાઓ પર હાનિકારક અસર પડી શકે છે.