શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (17:48 IST)

અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેનમાં મુસાફરોને નહીં સંભળાય ઘોંઘાટ, 1.75 લાખ નોઈઝ બેરિયર્સ લગાવાયા

bullet train
યાત્રિકોના પ્રવાસન અનુભવને યાદગાર બનાવવા માટે હવે બુલેટ ટ્રેનમાં નોઈઝ બેરિયર્સ લાગશે. રેલ ટ્રેકથી 2 મીટર ઉંચી અને 1 મીટર પહોળી કોંક્રિટ પેનલ અવાજને રોકશે. અત્યાર સુધીમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર 87.5 કિમી વિસ્તારમાં નોઈઝ બેરિયર લગાવાયા છે. ગુજરાતમાં 1,75,000થી વધુ નોઈઝ બેરીયર્સ લગાવાયા છે. વાયડક્ટની બંને બાજુએ એક કિલોમીટરના અંતરે 2000 નોઈઝ બેરિયર્સ લાગ્યા છે.
 
દરેકનું વજન આશરે 830-840 કિગ્રા છે
આ નોઈઝ બેરિયર્સ રેલ સ્તરથી 2 મીટર ઊંચા અને 1 મીટર પહોળા કોંક્રિટ પેનલ છે. દરેકનું વજન આશરે 830-840 કિગ્રા છે. આ ટ્રેન દ્વારા ઉત્પાદિત એરોડાયનેમિક ધ્વનિ અને પાટા પર ચાલતા પૈડાંઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજને પ્રતિબિંબિત કરવામાં અને વિતરિત કરવામાં મદદ કરે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે કે, તેઓ ટ્રેનમાં બેઠેલા મુસાફરોને કોઈ ઘોંઘાટલક્ષી તકલીફ નહીં થવા દે. રહેણાક અને શહેરી વિસ્તારોમાંથી પસાર થતા વાયડક્ટ્સમાં 3 મીટર ઊંચા અવાજ બેરિયર્સ લગાવાશે. 2 મીટર કોંક્રિટ પેનલ્સ ઉપરાંત, વધારાના 1 મીટર નોઈઝ બેરિયર્સ 'પોલિકાર્બોનેટ' અને પારદર્શક હશે.
 
અરબી સમુદ્રની નીચે પાણીની ઉંડાણમાં ટનલ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ‘બુલટ’ ઝડપે આગળ વધી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડવા જઈ રહી છે, જેના માટે રેલવે ટ્રેકની સાથે અરબી સમુદ્રની નીચે પાણીની ઉંડાણમાં ટનલ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન નવસારી જિલ્લાની કાવેરી નદી પર બુલેટ ટ્રેન માટેના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે ગુજરાતમાં આકાર પામનારા 20 બ્રિજમાંથી 11 નદીઓ પરના બ્રિજનું કામ પૂર્ણ થયું છે.સપ્ટેમ્બર 2017માં  અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ટ્રેન બે કલાકમાં 500 કિમીથી વધુનું અંતર કાપશે.