બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (12:56 IST)

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે 46 કિલો સોનું ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કિમમાં મુક્યું

ભારત સરકારની ગોલ્ડમોનિટાઈઝેશનની સ્કિમમાં હવે અંબાજી ટ્રસ્ટે પણ પોતાનો ફાળો આપ્યો છે. અંબાજી દેવસ્થાન દ્વારા 46 કિલો અને 700 ગ્રામ સોનું કેન્દ્રની મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના ગોલ્ડમોનિટાઈઝેશન સ્કિમમાં મુકવામાં આવ્યું છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 15 કરોડ 21 લાખ રૂપિયા આ સ્કીમ હેઠળ મુકવામાં આવ્યા છે જેના લીધે મંદિર ટ્રસ્ટને દર 7 વર્ષે 2 કરોડ 39 લાખનું વ્યાજ મળશે. આ સોનુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઈડ લાઈન મુજબ સાત વર્ષની મિડ ટર્મ માટે મુકવામાં આવ્યું છે.દેવ સ્થાન ટ્રસ્ટને દર વર્ષે 2.50 ટકા વ્યાજ મળશે. અત્યાર સુધી જુદા જુદા ચાર તબક્કામાં આ પ્રકારે સોનુ ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ હેઠળ મુકવામાં આવ્યું છે.ચાર તબક્કામાં 96 કિલોથી વધુ સોનુ આ સ્કીમ હેઠળ મુકવામાં આવ્યું છે. જેના લીધે દેવસ્થાન ટ્રસ્ટને દર સાત વર્ષે 4.72 કરોડ આવક પ્રાપ્ત થશે. જેનાથી યાત્રિકો માટેની સિવિધા વધુ બહેતર બનાવી શકાશે. મંગળવારે જિલ્લા કલેકટર ટ્રસ્ટના વહીવટદાર અને તોલમાપ વિભાગના અધિકારીઓની મળેલ બેઠકમાં આ કાર્યવાહી સંપન્ન કરવામાં આવી હતી.