શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 19 મે 2017 (14:08 IST)

Bahubali ને મળવાનો Golden Chance... બસ ચલાવવી પડશે આ ગાડી..

ભારતમાં દરેકના મોઢે બસ એક જ નામ ચઢેલુ છે... બાહુબલી 2, બોક્સ ઓફિસ પર બોલીવુડ ફિલ્મોની કમાણીના બધા રેકોર્ડ તોડી ચુકેલ બાહુબલી 2 એ કમાણીનો નવો ઈતિહાસ રચી દીધો છે. લોકોમાં આ ફિલ્મને લઈને જે દીવાનગી છે તે જોવા લાયક બને છે. બીજી બાજુ આ ફિલ્મમાં બાહુબલી મતલબ પ્રભાસના આજે કરોડો ફેન્સ છે.  આવામાં તમને જો આ પરફેક્ટ સ્ટારને મળવાની તક મળી જાય તો તેનાથી સારી વાત શુ હશે.  પણ એક કંપની છે જે તમને બાહુબલી મતલબ પ્રભાસને મળવાની તક આપી રહી છે.  જી હા અમે વાત કરી રહ્યા છે મહિન્દ્રાની... 
શુ છે ઓફર 
 
મહિન્દ્રા તરફથી એક ઓફર રજુ કરવામાં આવી છે જેમા બસ તમારે મહિન્દ્રાની TUV300 ની ટેસ્ટ ડ્રાઈવ કરવી પડશે અને એક સહેલા સવાલનો જવાબ આપવો પડશે. જો તમારો જવાબ સાચો નીકળ્યો તો તમને બાહુબલી પ્રભાસને મળવાની તક મળશે. વધુ માહિતી માટે તમે મહિન્દ્રાની ડીલરશિપ કે મહિન્દ્રાની વેબસાઈટ પર જઈ શકો છો. 
 
પાવરફુલ છે મહિન્દ્રાની TUV300 
 
TUV300  એક પાવરફુલ SUV છે. તેમા mHawk એંજિન લાગેલુ છે. જે 100bhpનો પાવર આપે છે.  આ ઉપરાંત આ ગાડીમાં ઓટો શિફ્ટ, 7 સીટર, ડ્યૂલ એયરબેગ્સ, ABS, EBDનો સાથ ઈંકો મોડ વધુ સ્પેસ જેવા ફિચર્સ મળશે. 
 
શુ છે કિમંત 
 
મહિન્દ્રા TUV300 ની દિલ્હીમાં એક્સ શો રૂમ કિમંત 7.55 લાખ રૂપિયાથી લઈને 9.91 લાખ રૂપિયાની વચ્ચે છે.  આ ગાડીના 10 વેરિએંટ્સ છે.