રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (19:34 IST)

Ambaji Reopens- અંબાજી મંદિરમાં આવતીકાલથી દર્શન કરવાની અનુમતિ, પરંતુ તેમાં કોવિડના પ્રોટોકોલનું ફરજીયાત

અંબાજી મંદિરમાં આવતીકાલથી દર્શન કરવાની અનુમતિ આપવામાં આવી છે પરંતુ તેમાં કોવિડના પ્રોટોકોલનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. 
 
દર્શનાર્થીઓ માટે દર્શનનો સમય સવારે 7.30 થી 11.30, બપોરે 12.30 થી 4.15 અને સાંજે 7.00 થી 9.00 કલાક સુધીનો રહેશે. 18 વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓએ ટ્રસ્ટની વેબસાઇટ પર ફરજીયાત ઓનલાઇન બુકીંગ કરાવવાનું રહેશે.
 
દર્શનાર્થીઓએ અગાઉથી ઓનલાઇન બુકીંગ કરીને પાસ મેળવી શકશે તેના માટે સૌથી પહેલા વેક્સિનેશન સર્ટિફિકેટ દર્શાવવું પડશે. પછી તમને જે તારીખે દર્શન કરવાના  હોય તે તારીખ નાંખવાની રહેશે, ત્યારબાદ ઉપલબ્ધ સ્લોટ અને ટાઇમ નક્કી કરવાની રહેશે. વેક્સિનના બે ડોઝ લીધા હોય તેનું સટફિકેટ ફરજીયાત અપલોડ કરવું પડશે. બુકીંગ થયા પછી દર્શનનો પાસ ઇમેઇલ કરાશે અને તેની કોપી લઇને દર્શન કરવા જવું પડશે.