મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 23 ડિસેમ્બર 2024 (13:03 IST)

અમદાવાદમાં બાબા સાહેબની મૂર્તિની નાક તોડી, મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા સાંસદમાં ડો. આંબેડકરને લઈને આપવામાં આવેલ નિવેદન પર ચાલી રહેલ વિરોધ પ્રદર્શન વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની એક મૂર્તિની નાક તોડવામાં આવી. તેનાથી વિસ્તારમાં તનાવની સ્થિતિ બની ગઈ છે. મોટી સંખ્યામા જમા લોકો ધરણા પર બેસી ગયા છે. લોકોની માંગ છે કે આરોપીની ધરપકડ તેનુ સાર્વજનિક સરઘસ કાઢવામાં આવે. 
 
શાસ્ત્રી કોલેજ સામે લગાવેલ છે આંબેડકરની મૂર્તિ  
ખોખરા વિસ્તારમાં શાસ્ત્રી કોલેજની સામે ડો. બાબા સાહેબની આ મૂર્તિ લગાવવામાં આવી છે. આજે સવારે રસ્તા પરથી પસાર થતા કેટલાક લોકોએ મૂર્તિને ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં જોઈ અને ત્યારબાદ લોકોની ભીડ જમા થતી ગઈ. સૂચના મળતા જ ભારે પોલીસ બળ ઘટના સ્થળ પર પહોચી ગયુ હતુ. પોલીસ અધિકારીઓએ સ્થાનીક લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી છે.  
 
ઘટના પછી સ્થાનીક લોકો મૂર્તિ સામે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા.  મોટી સંખ્યામાં લોકોના જમાવડાને કારણે સાવચેતીના પગલારૂપે રોડની એક બાજુ બંધ કરી દેવામાં આવી છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ રસ્તા પરથી હટશે નહીં.
 
શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસઃ કાઉન્સિલર
વહેલી સવારે ખોખરામાં જયંતી વકીલ ચાલી પાસે અસામાજિક તત્વોએ ડો.બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. અસામાજિક તત્વોએ જાણી જોઈને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે.
 
તેમણે વધુમાં કહ્યું કે જે રીતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગુંડાઓ અને બદમાશોનું સરઘસ નીકળી રહ્યું છે. તેવી જ રીતે આ આરોપીઓના મોં કાળા કરીને સરઘસ કાઢવામાં આવે.