અમૂલ ફેડરેશનના એમ.ડી આર.એસ. સોઢીની કારને અકસ્માત : ત્રણને ઈજા

rs soddhy
આણંદઃ| Last Updated: ગુરુવાર, 23 જૂન 2022 (11:43 IST)

જીસીએમએમએફના એમડી આર.એસ સોઢીની કારને બાકરોલ રોડ ઉપર મોડી સાંજે અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી ખાઈ જતા ચાલાક સહિત બંનેને ઇજાઓ થવા પામી હતી. અકસ્માતમાં એક એક્ટિવાચાલકને પણ ઇજાઓ થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ.ડી. આર. એસ. સોઢી ગઈકાલે મોડી સાંજે પોતાના નિવાસસ્થાને પરત જઇ રહ્યા હતા, તે વખતે રાત્રિના નવ વાગ્યાના સુમારે બાકરોલ રોડ પર શિવ બંગલો પાસે કારનું આગળનું ટાયર ફાટતા ઝલક પંકજભાઈએ આગળ જતાં એક્ટીવાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્ટીયરીંગ કાબૂમાં ન રહેતા કાર ડિવાઇડર પર ચડી જઇ પલટી ખાઇ જવા પામી હતી અને એક્ટીવા પણ દૂર સુધી ઘસડાઈ હતી. જેમાં કારમાં બેઠેલા આર.એસ.સોઢી તથા ચાલક પંકજભાઈ તેમજ એક્ટીવાચાલકને વધતી ઓછી ઇજાઓ થવા પામી હતી.
rs sodhi amul

અકસ્માત સર્જાતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને કારચાલક તથા આર.એસ સોઢીને બહાર કાઢી સારવાર માટે નજીકની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક્ટીવાચાલકને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ કારચાલક અને આર.એસ. સોઢીને સામાન્ય ઈજાઓ થઈ છે.આ પણ વાંચો :