રદ્દ થયેલી રૂ.500થી 1000ની 3.85 કરોડની નોટ સાથે જમીન દલાલ પકડાયો
રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્ થયાને બે વર્ષ થવા છતાં આજે પણ લોકો પાસેથી આ ચલણી નોટો મળી રહી છે. આજે રાંદેર પોલીસે વહેલી સવારે ચેંકિગ હાથ ધરીને જહાંગીરપુરાથી હજીરા તરફ જતા રોડ પરથી પસાર થયેલી મર્સિડિઝ કારને આંતરીને તપાસ કરે તે પહેલા જ બે ભાગી છુટયા હતા. તો પકડાયેલા અમરોલીના જમીન દલાલ પાસેથી ૩.૮૫ કરોડની રદ થયેલી નોટો મળી આવતા ઇન્કમટેકસ વિભાગને જાણ કરી હતી.
પકડાયેલ વિશાલની પુછપરછ કરતા જે વ્યકિતઓ ભાગી ગયા હતા તેમાં એક સની ડાંગર અને બીજો ભાવેશ ભરવાડ હોવાનું જણાવ્યુ હતું. વધુમાં આ નોટ વડોદરાના હસમુખ નામના વ્યકિત પાસેથી ૮થી ૧૩ ટકા કમિશન પર લીધી હતી. અને સુરત શહેરમાંથી કોઇ વ્યકિતનો ફોન આવવાનો હોવાથી ઘરે લાવતો હતો. તે પોતે જમીન દલાલ છે. રાંદેર પોલીસે ઇન્કમટેકસ વિભાગને જાણ કરી છે.
