સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 ફેબ્રુઆરી 2021 (14:32 IST)

ગુજરાતના લોકોને અમારો દિલથી ખૂબ ખૂબ આભાર : અરવિંદ કેજરીવાલ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી ભવ્ય સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો છે. ગુજરાતીમાં જ અરવિંદ કેજરીવાલે " ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર" એવું કહીને દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે.
 
અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાએ આમ આદમી પાર્ટીમાં બતાવેલા વિશ્વાસને પ્રસાદ આવકારવા માટે વ્યક્તિગત રીતે સુરતની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે જેને લઈને તેમણે પોતે વિડિયો મારફતે લોકોને માહિતી આપી છે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓએ 26 મી ફેબ્રુઆરીના દિવસે અરવિંદ કેજરીવાલ સુરતમાં હોવાની વાત કરી હતી જોકે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે વિડિયો મારફતે તમામ સુરતની પ્રજાને પોતાના સુરત પ્રવાસ અંગે માહિતગાર કર્યા હતા.
 
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અમારા એક એક કોર્પોરેટર પ્રામાણિકતા પૂર્વક સુરતની પ્રજાની સેવા કરશે. 125 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી ને હરાવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવી રાજનીતિ ની શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીને સુરતની જનતા એ મુખ્ય વિરોધ પક્ષ તરીકે સ્વીકારીને ખૂબ મોટો રાજકીય પરિવર્તન કર્યું છે.
 
ગુજરાતમાં હવે ઈમાનદાર રાજનીતિ ની શરૂઆત થઈ ગઈ છે સારી સ્કુલો માટે સારી આરોગ્યલક્ષી સેવાઓ માટે, સસ્તી વીજળી માટે આમ આદમી પાર્ટીની પ્રસંગે સુરતની પ્રજા એ કરે છે. અમારા દરેક કાર્યકર્તાઓ અને ઉમેદવારો તમારી આશા અપેક્ષા પર ખરા ઉતરવા માટે સંપૂર્ણ પ્રમાણિકતાથી પ્રયાસ કરશે. કેજરીવાલે પોતે કહ્યું કે 26મી ફેબ્રુઆરીએ વ્યક્તિગત રીતે તમારો આભાર વ્યક્ત કરવા માટે સુરત આવી રહ્યો છું.