રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (09:30 IST)

પીએમ મોદીએ સરદાર પટેલ જયંતિ નિમિત્તે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી, એકતાના શપથ લેવડાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી ૩૧ ઓક્ટોબરે કેવડીયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી આ રાષ્ટ્રપુરુષ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. પ્રધાનમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ ૩૧ ઓક્ટોબરે સવારે ૮.૧૫ વાગ્યે કેવડીયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
આ રાષ્ટ્રીય એકતા પરેડમાં રાજ્ય પોલીસ દળની પાંચ ઉપરાંત કેન્દ્રીય દળની ટુકડીઓ માર્ચ પાસ્ટ યોજશે અને એન.એસ.જી, સી.આઈ.એસ.એફ., એન.ડી.આર.એફ. તેમજ સી.આર.પી.એફ. અને ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસના સાહસ પૂર્ણ નિદર્શન યોજાયા હતા. નરેન્દ્ર મોદી ત્યારબાદ ૯.૫૦ કલાકે કેવડીયામાં નવનિર્મિત ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટનું ઉદઘાટન અને મુલાકાત કરશે.
 
પીએમ મોદી ત્યારબાદ બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધી દેશના આઈ.એ.એસ. પ્રોબેશનર અધિકારીઓના કાર્યક્રમમાં જોડાશે. તેઓ આ અધિકારીઓએ પાંચ થીમ પર તૈયાર કરેલા પ્રેઝન્ટેશન નિહાળશે અને તાલીમી અધિકારીઓ સાથે વાર્તાલાપ ચર્ચામાં સહભાગી થશે. વડાપ્રધાન આ પ્રોબેશનરી અધિકારીઓ સાથે બપોરનું ભોજન લેવાના છે અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રુપ ફોટો સેશનમાં પણ જોડાવાના છે. વડાપ્રધાન સાંજે ૫.૪૫ કલાકે કેવડીયાથી હવાઈ માર્ગે વડોદરા પહોંચશે અને ત્યાંથી વાયુદળના વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસની કેવડિયા ખાતેની ઉજવણીમા સહભાગી થવા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,  ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, અમદાવાદ શહેર મેયર બિજલબેન પટેલ, મુખ્ય સચિવ જે. એન. સિંઘ, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા, શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા તથા જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડએે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.