સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2023 (22:58 IST)

પેટલાદના રણછોડજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ

petlad
petlad
રાજ્યમાં ટૂંકા વસ્ત્રો પહેરીને વધુ એક મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પેટલાદનાં રણછોડજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈ પણ દર્શનાર્થીઓ ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં. જેના માટે ટૂંકા વસ્ત્રો નહીં પહેરી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધનાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. ટૂંકા વસ્ત્રો પહેરી લોકો મંદિરમાં આવતા ધાર્મિક લાગણી દુભાતી હતી જેના કારણે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
આણંદ જિલ્લાના પેટલાદના રણછોડજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને તે અંગેના બોર્ડ મંદિર પરિસરમાં લગાવવામાં આવ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિ રંગે રંગાયેલા યુવક યુવતિઓ મંદિરમાં દર્શન કરવા માટે પણ ટૂંકા વસ્ત્રો પહેરી જતા હોઇ શ્રદ્ધાળુઓની લાગણી દુભાતી હોય છે. તેમજ મંદિરની ગરિમાં જળવાતી ના હોઈ મંદિરનાં સંચાલકો દ્વારા મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.