ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ : , શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (17:21 IST)

હેરિટેજ સીટી અમદાવાદનો લોકો મોમો કાફેમાં બિહારી વાનગીઓનો સ્વાદ માણશે

આ વરસાદી મોસમમાં  બિહારી વાનગીઓના સ્વાદમાં તરબતર  થવા તૈયાર થઈ જાવ. કોર્ટયાર્ડ 
બાય મેરિયોટ્ટ અમદાવાદ ખાતે  ખાસ તૈયાર કરવામાં આવેલી પૂર્વનાં રાજ્યોની  અધિકૃત શાકાહારી અને બિનશાકાહારી વાનગીઓનો ફેસ્ટીવલ યોજાઈ રહ્યો છે. ગ્રાહકોને  ખૂબ જ લોકપ્રિય અને પ્રચલિત વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ વાનગીઓમાં બિહારનાં સ્વાદિષ્ઠ સ્ટાર્ટરથી માંડીને મેઈન કોર્સની વાનગીઓ તેમજ ડેઝર્ટસનો સમાવેશ કરાયો છે. મોમો કાફે ખાતે યોજાનારો આ ફૂડ ફેસ્ટીવલ  તા. 23 થી 31 ઓગસ્ટ સુધી સાંજે 7-30થી 11-30 સુધી ખુલ્લો રહેશે.
 
બિહારી વાનગીઓ મહદઅંશે ઉત્તર ભારતની વાનગીઓ જેવી તો હોય છે જ, પણ તેમાં ભૂર્વ ભારતનાં અન્ય રાજ્યોની વાનગીઓની છાંટ વર્તાય છે. લીટ્ટી ચોખા એ ખૂબ જાણીતી બિહારી વાનગી છે. પરંતુ આ રાજ્ય
ને અન્ય કેટલીક વાનગીઓને કારણે પણ જાણીતુ છે.  ફેસ્ટીવલમાં કેટલીક સિઝનલ વાનગીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં  તરબૂચ અને  વુડ એપલ ફ્રૂટના ના પલ્પમાંથી બનાવેલ શરબત કે જે ખાસ કરીને ઉનાળાની મોસમમાં ઉપયોગમાં લેવાય છે. જ્યારે શિયાળાની મોસમમાં આરોગવામાં આવતી તલ અને ખસખસમાંથી બનાવેલી વાનગીઓનો પણ સમાવેશ કરાયો છે. 
 ફેસ્ટીવલમાં કેટલીક બિહારી મીટ ડીશ પણ રજૂ કરવામાં આવી છે, તેમાં ચીકન અને મટનનો સામાન્યપણે ઉપયોગ થાય છે.સોને, ગંડક, ગંગા, અને કોશી નદીઓને કારણે  મિથિલા જીલ્લો તેની માછલીઓની વાનગીઓ માટે જાણીતો છે. બિહારમાં દહી, મસાલા છાશ (કે જે મઠ્ઠા તરીકે ઓળખાય છે તે તથા ઘી લસ્સી અને માખણ જેવી   ડેરી પ્રોડકટસ સમગ્ર વર્ષ દરમ્યાન આરોગવામાં આવે છે.