શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ડિસેમ્બર 2021 (18:54 IST)

ભાજપના કાર્યકર્તાઓએ ફિલ્મી ગીતો પર કર્યો ડાંસ, વીડિયો થયો વાયરલ

રાજકોટમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગના વીડિયોની સોશલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે. મળતી જાણકારી અનુસાર, શહેરના વૉર્ડ નં 14ના પ્રશિક્ષણ વર્ગનો વીડિયો વાયરલ થયો છે જેમાં ભાજપના કાર્યકરો ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવતા જોઇ શકાય છે. રાજકોટ ખાતે ચાલી રહેલા વોર્ડના અભ્યાસ વર્ગમાં કાર્યકરોએ મોડી રાતે ફિલ્મી ગીતો ઉપર ઠૂમકા માર્યાનો વીડિયો વાયરલ થયો છે.રાજકોટ ભાજપના અભ્યાસવર્ગમાં ‘યે મેરા દિલ પ્યાર કા દિવાના’ ગીત ઉપર કાર્યકરોએ ડાન્સ કર્યો હતો. 
 
શીસ્તની વાતો કરતા પક્ષ ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ  થયો છે. ગત દિવસોમાં તાલાલા ખાતે યોજાયેલા અભ્યાસવર્ગમાં પણ પક્ષને ન છાજે તેવું થયાની ચર્ચા છે. એક વીડિયોમાં ભાજપ અગ્રણી જયમીન ઠાકરને નાચતા જોઇ શકાય છે. જયમીન ઠાકર વોર્ડ નંબર 2  કોર્પોરેટર પણ છે. તાજેતરમા જયમીન ઠાકરને ઉત્તર પ્રદેશ પ્રચાર અર્થે  મોકલવામાં આવ્યા હતા.પાટીલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છેભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ જુનાગઢની મુલાકાતે છે. જ્યાં તેઓએ માર્કેટિંગ યાર્ડ ખાતે નવા કૃષિ ભવનનું ભૂમિ પૂજન કર્યું હતું. તેમણે રખડતા ઢોર મુદ્દે નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકાર રખડતા ઢોર મુદ્દે ગંભીર છે. એનજીઓને સાથે લઈને ઢોર મુદ્દે ઢોસ નીતિ બનાવવામાં આવશે