ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 મે 2020 (14:19 IST)

ભાજપના નેતાઓએ મીડિયા પર વિવાદિત ટ્વિટ કર્યા બાદ ડિલીટ કરીને માફી માંગી

ભાજપના ધારાસભ્યો, આગેવાનો, ડેપ્યુટી મેયર સહિતે મીડિયા બાબતે કરી વિવાદીત ટિપ્પણી કરી છે. કોરોના સંકટમાં મીડિયાના કવરેજ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ત્યારે વિવાદ વકર્યા બાદ કેટલાક નેતાઓએ ટ્વિટ ડિલીટ કર્યા હતા. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે આવી ટ્વિટ કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના પ્રમુખ, ઘાટલોડિયાના ધારાસભ્ય, ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાના ટ્વિટર અકાઉન્ટમાંથી મીડિયા પર ટ્વિટ કરવામાં આવી હતી. #StopTargetingGujarat હેશટેગ સાથે ભાજપના નેતાએ ટ્વિટ કરી હતી. જોકે, સોશિયલ મીડિયા અને મીડિયાએ ઉઠાવેલા સવાલો બાદ ભાજપ નેતાઓએ ટ્વિટ ડિલીટ કર્યા હતા. પરંતુ યુવા મોરચાના પ્રમુખ સિવાય અન્ય કોઈ નેતાઓએ દિલીગીર વ્યક્ત કરવાની દરકાર પણ લીધી ન હતી. કોરોના સંકટમાં મીડિયા પોતાની જવાબદારી અને જોખમે લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે. ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપતા મીડિયા ભાજપના નેતાઓને આ બાબદ ગમી ન હતી. ફક્ત સરકાર અને પક્ષની વાહવાહી જ ભાજપના નેતાઓને ગમે છે તેવુ આ ટ્વિટ પરથી સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. આ સાથે જ અમદાવાદના મ્યૂનિસિપલ કમિશનરની બદલી અંગે પણ ટ્વિટમાં પ્રશ્નો ઉભા થયા હતા. BJPની આ હરકત અંગે વિરોધ શરૂ થવા લાગ્યો હતો. જેના બાદ જોતજોતામાં કેટલાય ટ્વિટ ડિલીટ થવા લાગ્યા હતા. શહેરના ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાએ પણ વિવાદિત  ટ્વિટ કરી હતી. તો Amc તત્કાલીન કમિશનર વિજય નેહરાની બદલી અંગે થયેલા ટ્વિટને મેયરના ટ્વિટર હેન્ડલ પરથી લાઈક કરાયું હતું. ડો.ઋત્વિજ પટેલે વિવાદિત ટ્વિટમાં લખ્યું હતું કે, ગુજરાતના ખાનગી લેબોરેટરી સરકારી નિયમોનો ભંગ કરતી હતી તે માટે એમને ફટકારવામાં આવ્યા, પરંતુ વેચાઈ ગયેલી મીડિયા અને એક મસાલેદાર સમાચાર તરીકે પોતાની ટીઆરપી વધારવામાં લાગી. જોકે, બાદમાં વિવાદ વકરતા તેઓએ માફી માંગતા કહ્યું કે, ઈલેક્ટ્રોનિક મીડિયાને કે કોઈ પણ મીડિયાને ટાર્ગેટ કરવાનો કોઈ ઈરાદો નથી. મીડિયાએ લોકશાહીનો ચોથો આધારસ્તંભ કહેવાય છે. મીડિયા હંમેશા સકારાત્મક રહ્યું છે.હું વ્યક્તિગત રીતે મીડિયાને ખૂબજ સન્માનપૂર્વક જોઉં છું. છતાં પણકોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું.