ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 25 મે 2020 (18:06 IST)

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં કાંઠા વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકી શકે

રાજ્યમાં એક બાજુ કોરોનાનો કહેર છે તેવામાં હવે આગામી દિવસોમાં વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ રાજ્યમાં જુનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. અગાઉ 27-31 મે દરમિયાન આંધી વંટોળ સાથે ધૂળની ડમરી ત્રાટકશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ કરી ચુક્યા છે. દરમિયાન વાવાઝોડું હાલમાં અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હોવાના અહેવાલ છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે.3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતાછે. ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે કે વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે નહીં?  આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે. ઋતુઓમાં પરિવર્તનના કારણે વારંવાર વાતાવરણમાં પલટો આવશે. ક્યારેક ગરમી વધી જાય છે. તો અચાનક જ વાતાવરણ પલટાના કારણે કમોસમી વરસાદ પણ થાય છે. દરમિયાન અગાહીકાર અંબાલાલ પટેલે અત્યાર સુધી કરેલી તમામ આગાહી સાચી પડી અને ત્યારે વધુ એક વખત તેમણે આગાહી કરી છે કે, 27થી 31 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગમાં આંધી વંટોળ આવશે. આ સાથે કોઈપણ ભાગમાં 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 7 જૂનના દરિયો તોફાની બનશે : બંગાળના ઉપસાગરમાં હવાના દબાણો ઉભા થતા હોય છે. ભૌગોલિક સ્થિતિએ જ્યારે અરબી સમુદ્રમાં જૂનની શરૂઆતમાં વાવાઝોડા ઉતપન્ન થતા હોય છે. 1થી 7 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થવાની શકયતા છે. 7 જૂનના દરિયો તોફાની બનશે.  13થી 15 જૂનના રાજ્યના દક્ષિણ દરિયા કિનારોના ભાગોમાં હવાનાં હળવા દબાણના કારણે વરસાદ આવશે. 8 જૂનથી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં અચાનક પવન ફૂંકાશે. ચાલુ વર્ષે કેરળ દરિયાકાંઠે 28થી 31 મે દરમિયાન વરસાદ પડવાની આગાહી આંબાલાલ પટેલે કરી છે.