રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (11:03 IST)

ભાવનગર: રોલિંગ મીલમાં મોટી હોનારત

ભાવનગર જિલ્લાના સિહોરના ઘાંઘળી નજીક એક ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12થી વધુ લોકો ફસાયા હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડેલ છે.

આ અંગે મળતી વિગતો મુજબ સિહોરના ઘાંઘળી ખાતે જી.આઈ.ડી.સી.નંબર.4માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ મીલમાં આજે રાત્રીના સમયે એકાએક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઈ હતી.