શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (17:37 IST)

BSFએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાન રેન્જર્સને પાઠવી શુભેચ્છાઓ

14 ઓગસ્ટ 2021 ના ​​રોજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે ગુજરાત અને રાજસ્થાનના બાડમેરની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF અને પાકિસ્તાન રેન્જર્સે મીઠાઈ વહેંચી અને એકબીજાને શુભેચ્છા પાઠવી.
આવા ઐતિહાસિક અને રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે એકબીજાને મીઠાઈ આપવી અને શુભેચ્છાઓ મોકલવાથી બંને દેશો વચ્ચે પરસ્પર સંવાદિતા અને ભાઈચારો વધતા હોવાનું મનાય છે. આ પ્રસંગો થી BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે સરહદ પર મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.