શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (17:46 IST)

ગુજરાત સરકાર પાસેથી વેપારીઓ દ્વારા 1,250 કરોડના જીએસટી રિફંડની માંગ

રાજય સરકારને જીએસટી હેઠળ રિફંડ માટેની 8500 ઓનલાઈન એપ્લીકેશન મળી છે, અને રૂા.950 કરોડના રિફંડ વેપારીઓ અને બિઝનેસ માલિકોને ચૂકવી દેવામાં આવ્યું છે. રાજયના ટેકસ કમિશ્ર્નર પી.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે, અમે જીએસટી રિફંડ આપવાનું શરૂ કર્યું છે. સરકાર પાસેથી રૂા.1250 કરોડના રિફંડની માંગણી થઈ હતી, એમાંથી 950 કરોડનું રિફંડ ચૂકવી દેવાયું છે અને બાકીનું ચૂકવવા પ્રોસેસ ચાલુ છે. 

રાજયના વેરા વિભાગને 4 ફેબ્રુઆરી સુધીમાં જીએસટી હેઠળ રિફંડ માટે 8500 ઓનલાઈન આવેદન મળ્યા હતા. એમાંથી 5600 અરજીઓ પેનલ્ટીના રિફંડની હતી, સરકારે પેનલ્ટી માફ કરી એ પેટે રિફંડ મંગાયું હતું. આ રકમ માત્ર 69 કરોડની હતી.સરકારે રિફંડ મેન્યુઅલી ચૂકવવાની શરૂઆત કરી છે. બીઝનેસમેનોએ પણ રિફંડ લેવા માટે ફિઝીકલ ફોર્મ ભરવું પડશે. ઓનલાઈન અરજી સામે માત્ર 1300-1400 ફિઝીકસ એપ્લીકેશન મળી છે. ઝડપી પ્રોસેસીંગ માટે ફીઝીકલ એપ્લીકેશન આપવામાં આવે તે જરૂરી છે.વાઘેલાએ જણાવ્યું હતું કે નિકાસ સામે આઈજીએસટી રિફંડને લાગેવળગે છે ત્યાં સુધી આવા રિફંડ કસ્ટમ્સ વિભાગ દ્વારા આપવામાં આવે છે.ઈ-વે બીલ બાબતે ટેકસ કમિશ્ર્નરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ઈન્ટર-સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન માટે અમલ મોકુફ રાખ્યો છે અને એના અમલની તારીખ નકકી કરી નથી.રાજયની અંદર માલસામાનની હેરફેર માટે 20 ફેબ્રુઆરી સુધી ઈ-વે બીલનો અમલ મોકુફ રખાયો છે. જો કે કેન્દ્ર સરકાર ઈન્ટર-સ્ટેટ ઈ-વે બીલના અમલની નવી તારતીખ જાહેર કરે ત્યારે અમે પણ આંતરિક હેરફેરના અમલ માટે સંકલન સાધીશું.