રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 22 જૂન 2023 (13:10 IST)

MLA હોટલમાં યુવતી સાથે દેખાયા - સુરતમાં AAPના ધારાસભ્ય યુવતી સાથે હોટલમાં, CCTV

- સુરતમાં 'આપ'ના એક નેતાને હોટલના રૂમમાં પરિણીતા સાથે તેના પતિએ પકડયા
- તા.૮ જુનના રોજ બનેલી ઘટનામાં હોટલના રજિસ્ટરમાં એન્ટ્રી કરતો નેતા અને પરિણીતાનો વીડિયો વાયરલ થયો
- આપના નેતા સાથે પત્નીના સંબંધની શંકા હોવાથી પતિ પીછો કરી પહોંચી ગયો, વીડિયો શુટિંગ સાથે રંગેહાથ પકડયા
 
બારડોલીઃ સુરત નજીક કડોદરા ખાતે ને.હા.નં.૪૮ ઉપર આવેલી એક હોટલમાં પરિણીતાના પતિએ આપના એક નેતા સાથે રંગે હાથ રૂમમાં ઝડપી પાડી પતિએ પોતાના મોબાઈલમાં વિડિયો રેકોડગ કરતાં આપના નેતા મોં પર રૂમાલ બાંધી હોટલમાંથી રવાના થઈ ગયા હતા. જોકે પતિએ પોતાના સંસાર ટકાવી રાખવા પોલીસ ફરિયાદ ન કરતા મામલો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો છે.
 
પતિએ હોટલના રૂમનો દરવાજો ખખડાવ્યો
'આપ'ના નેતાને એક પરિણીતા સાથે સંબંધ હોય થોડા દિવસ પહેલા સુરત નજીક કડોદરા ખાતે ને.હા.નં.48 ઉપર આવેલી એક હોટલના રૂમમાં ગયા હતાં. હોટલના રજીસ્ટરમાં તેમણે પોતાના નામની તથા પરિણીતાએ પોતાની ઓળખ સાથે રજીસ્ટરમાં એન્ટ્રી કરી રૂમમાં ગયા હતાં. પરિણીતાના પતિને પત્નીના નેતા સાથેના સંબંધ અંગે શંકા હોઇ નેતા પરિણીતાને લઈને નીકળ્યા તે સમયે પતિએ પણ પીછો કર્યો હતો. નેતા અને પરિણીતા રૂમમાં ગયા બાદ પતિએ પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો.
 
પોલીસ ફરિયાદ કે અન્ય કોઈ કાર્યવાહી કરી નથી
નેતાએ રૂમનો દરવાજો ખોલતાં સામે પરિણીતાના પતિને જોતા મોઢા ઉપર રૂમાલ બાંધી હોટલ છોડી જતા રહ્યા હતાં. પરિણીતા અને પતિ પણ જતાં રહ્યા હતાં.ઘટનાને 10 થી 12 દિવસ બાદ હોટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. પરિણીતાના પતિએ પોતાના સંસાર ટકાવી રાખવા માટે પોલીસ ફરિયાદ કે અન્ય કોઈ કાર્યવાહી કરી નથી. 
 
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા
હોટલના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં નેતા હોટલમાં રજીસ્ટરમાં એન્ટ્રી કરતાં તેમજ પરિણીતા મોં પર ઓઢણી બાંધેલી હાલતમાં રજીસ્ટરમાં સહી કરતી અને બંને કાઉન્ટર ઉપરથી ચાવી લઈ રૂમમાં જતાં નજરે પડતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. નેતાના પરિણીતા સાથેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. સુરત જિલ્લાપોલીસને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હોટલના સીસીટીવીના વિડીયો મળતાં પોલીસ પણ હોટલ ઉપર તપાસ કરવા પહોંચી હોવાનું જાણવા મળે છે.