શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (12:00 IST)

આ 3 દિગ્ગજ અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ

bhupendra patel
ભાજપના પ્રમુખ પાટીલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ચૂંટણીના બીજા તબક્કાના મતદાન સમયે જ કહ્યું હતું કે, પાર્ટીએ જે લોકોને સસ્પેન્ડ કર્યાં છે. તે લોકોને પાર્ટીમાં ક્યારેય પાછા લેવામાં નહીં આવે. ત્યારે હવે ભાજપના બળવાખોરો જે અપક્ષમાંથી જીત્યાં છે. તેમણે ભાજપને સમર્થન આપ્યું છે. હવે તેઓ ફરીવાર ભાજપમાં જોડાઈ જાય તેવા સંકેત દેખાઈ રહ્યાં છે. વિગતો મુજબ ત્રણ અપક્ષ ધારાસભ્ય કેસરીયો કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડ્યા બાદ જીતેલા ત્રણ અપક્ષ ઉમેદવારો આજે સવારે અચાનક રાજભવન પહોંચ્યા છે. મહત્વનું છે કે, ત્રણેય અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માવજી દેસાઈ ગાંધીનગર પહોચ્યા છે. આ ધારાસભ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા છે. જેથી હવે ગમે તે ઘડીએ ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે. આ તરફ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 સીટો મળવા પામી છે તો બીજી તરફ આપના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ Vtv સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બધી વાતોને અફવા ગણાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું. તેમજ કોઈ ભાજપના નેતા સાથે હું સંપર્કમાં નથી અને હું ભાજપમાં જોડાવાનો નથી.