ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (10:33 IST)

ગુજરાતને પ્રથમવાર મળ્યું આવું બહુમાન, ટ્રાન્સસ્ટેડિયાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત

ટ્રાન્સસ્ટેડિયાએ સ્પોર્ટસ અને સ્પોર્ટસ ઈનફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કંપની છે અને તેની સ્થાપના  ગુજરાતમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનિરશિપ (પીપીપી) મોડલના આધારે કરવામાં આવી છે. ટ્રાન્સસ્ટેડિયાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર “ઉભરતી નવી યુવા પ્રતિભાઓ શોધી ને તેમના સંવર્ધનની કામગીરી હાથ ધરવા” બદલ એનાયત કરવામાં આવ્યો છે.
 
ટ્રાન્સસ્ટેડિયા એન્ટરપ્રાઈઝીઝના ફાઉન્ડર અને એમડી ઉદિત શેઠએ પાટનગર નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા રાષ્ટ્રીય ખેલ એવોર્ડઝ સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
 
ટ્રાન્સસ્ટેડિયા એન્ટરપ્રાઈઝીઝના ફાઉન્ડર અને એમડી ઉદિત શેઠ જણાવે છે કે “રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર સ્વીકારતાં અમે આનંદીત છીએ તથા તેને અમારૂ બહુમાન ગણીએ છીએ. અમારા 15 વર્ષના પ્રયાસોની કદર કરવા બદલ અમે નિષ્ઠાપૂર્વક ભારત સરકારનો આભાર માનીએ છીએ. આ એવોર્ડ માટે અમારા સહયોગીઓ, અમારી ટીમ તથા ગુજરાત સરકારનો તેમના સતત સહયોગ, માર્ગદર્શન અને રમત-ગમતની શક્તિમાં વિશ્વાસ દાખવવા બદલ આભારી છીએ.’’
 
છેલ્લાં ત્રણ વર્ષમાં ઓળખ કરાયેલા અને રમત ક્ષેત્રે સંવર્ધન કરાયેલાં બાળકોની સંખ્યા, માળખાગત સુવિધાઓના નિર્માણ, દત્તક લેવાયેલ શૈક્ષણિક સંસ્થાઓ, તાલિમ અપાયેલા સ્પોર્ટસ પર્સન્સની સંખ્યા, સાધનો અને અન્ય સહાય, યોજાયેલી સ્પર્ધાઓ/ટુર્નામેન્ટસની સંખ્યા, નિર્ધારિત તાલિમ પામેલા પ્રતિભાઓની સિધ્ધિઓ અને અન્ય માપદંડોને આધારે ટ્રાન્સસ્ટેડિયાની પસંદગી કરવામાં આવી હતી.
 
ટ્રાન્સસ્ટેડિયાનુ વિઝન આગામી 3 થી 5 વર્ષમાં મહત્વના શહેરી વિસ્તારોમાં સ્માર્ટ સીટી ઇકો-સિસ્ટમની રચના કરી ઓછામાં ઓછા 12 થી 15 વિશ્વ સ્તરના સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ સ્થાપવાનો છે. આ પ્રોજેકટથી રમત-ગમત સુવિધાનું નિર્માણ થવાની સાથે સાથે તાલિમ, વિકાસ, હૉસ્પિટાલિટી, હાઈ પરફોર્મન્સ, સ્પોર્ટસ મેડિસીન અને અન્ય ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 
 
ટ્રાન્સસ્ટેડિયા ખાતે અમારી કટિબધ્ધતા વિશ્વ સ્તરનુ સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર અને યુવા પ્રતિભાઓને તાલિમ પૂરી પાડી તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમવા માટે સક્ષમ ખેલાડી બનાવવાનુ છે. અમારી કટિબધ્ધતા સોફટ પાવરથી નૂતન ભારતનુ નિર્માણ કરવાની છે. આ પ્રોજેકટની રચનાનો ધ્યેય રમત-ગમત જીડીપીમાં કોન્ટ્રીબ્યુટર બને અને આપણા જનસમુદાયો માટે અપાર મૂલ્ય સર્જન કરી ભારતને બહુમાન અપાવવાનો છે.