1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By હેતલ કર્નલ|
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (10:27 IST)

રેફકોલ્ડ ઈન્ડીયા: દુનિયાભરમાંથી 8300થી વધુ મુલાકાતીઓ અને 650થી વધુ ડેલીગેટસે લીધો ભાગ

Refcold India
રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્સ્ટ્રીનાં  સોલ્યુશન અંગેની દક્ષિણ એશિયાની સૌથી મોટી કોન્ફરન્સ અને પ્રદર્શન રેફકોલ્ડ ઈન્ડીયાનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેટીંગ એન્ડ એરકન્ડીશનીંગ એન્જીન્યર્સ (ISHRAE) આયોજીત 3 દિવસની આ કોન્ફરન્સ અને પ્રદર્શનમાં દુનિયાભરમાંથી  8300થી વધુ મુલાકાતીઓ અને  650થી વધુ ડેલીગેટસ સામેલ થયા હતા.
 
રેફકોલ્ડ ઈન્ડીયાના ચેરમેન પંકજ ધારકર જણાવે છે કે “ રેફકોલ્ડ ઈન્ડીયામાં રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ એકત્રિત થયા હતા. આ સમારંભમાં ડેરી ઉત્પાદકો ખેડૂતો તથા અન્ય લોકોની સાથે સાથે  મોટી સંખ્યામાં ઔદ્યોગિક ગ્રાહકો પણ ઉપસ્થિત રહયા હતા. ભારતનો રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રી આગામી વર્ષોમાં ભારે વિકાસ તરફ આગળ વધી રહયો છે ત્યારે અમને વિશ્વાસ છે કે રેફકોલ્ડ ઈન્ડીયાએ આ સ્થિતિને સાનુકૂળ બનવા માટેની પરફેક્ટ ભૂમિકા બજાવી છે.”
 
ભારતનું કોલ્ડ ચેઈન માર્કેટ વર્ષ 2022મા રૂ.1.28 લાખ કરોડનું છે તે  વર્ષ 2027 સુધીમાં 14.3%ના એકંદર સરેરાશ વૃધ્ધિ દર સાથે 2.86 લાખ કરોડ થઈ બમણાથી વધુ વૃધ્ધિ સાથે ઉદ્યોગમાં વિકાસની અપાર તકો પૂરી પાડશે તેવી અપેક્ષા છે.
 
રેફકોલ્ડ ઈન્ડીયામાં  ભારત ઉપરાંત ફ્રાન્સ, તુર્કી, વિએતનામ, દક્ષિણ કોરીયા,  જાપાન તથા અન્ય દેશોના નિષ્ણાંતોએ વિવિધ સેમિનારમાં ડેરી, પર્યાવરણલક્ષી કોલ્ડચેઈન અને હીટ પંપ્સ જેવા  વિવિધ વષયો ઉપર સંબોધન કર્યુ હતું. વિવિધ સેમિનારમાં 2000થી વધુ લોકોએ હાજરી આપી હતી.
 
રેફકોલ્ડ ઈન્ડીયા 2022ના કન્વીનર શ્રી મિતુલ શાહે જણાવ્યું હતું કે “રેફકોલ્ડ ઈન્ડીયાનો મહત્વનો ઉદ્દેશ નૉલેજ શેરીંગ અને મહત્વની જાણકારીઓ મેળવવાનો હતો. ત્રણ દિવસના આ સમારંભમાં બિઝનેસ મિટીંગ અને નેટવર્કીંગની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. અમને વિશ્વાસ છે કે પ્રદર્શનને કારણે દેશમાં કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રીના વિકાસને વેગ મળશે.”.
 
રેફકોલ્ડ ઈન્ડીયા-2022માં ભારતીય રેફ્રીજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રીમાં ઉત્તમ કામગીરી બજાવનારના સન્માન માટે એવોર્ડ નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રેફકોલ્ડ ઈન્ડીયાએ ઈન્ડસ્ટ્રિયલ રેફ્રીજરેશનની સાથે સાથે કોલ્ડચેઈન અને રિફર ટ્રાન્સપોર્ટેશનને આવરી લેતું એક માત્ર પ્રદર્શન છે. આ સમારંભમાં ISHRAE અને યુનાઈટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ (UNEP) વચ્ચે પર્યાવરણને બહેતર બનાવવા માટે સમજૂતિના કરાર કરાયા હતા.
 
ISHRAEના પ્રેસિડેન્ટ  એન.એસ. ચંદ્રશેખર, અમિતાભ સૂર, યોગેશ ઠક્કર, ઉર્વિશ શાહ, ગૌરાંગ પટેલ, ડી.એન. શુકલા અને દર્શન દવે જેવા મહાનુભવો હાજર રહ્યા હતા અને તેમના યોગદાનથી રેફકોલ્ડ ઈન્ડીયા-2022ને ભવ્ય સફળતા હાંસલ થઈ હતી.