ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (12:31 IST)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ GIFT સિટીની મુલાકાતે, GIFT સિટીમાં આવી રહેલા નવા રોકાણો અંગે કરશે વાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીની મુલાકાત લઈ ત્યાંની ગતિ વિધિઓની અને ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી અને વિવિધ પાસાઓની તલસ્પર્શી જાણકારી  મેળવી હતી.
 
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. ગિફ્ટ સિટીના માંકડ અને તપન રે એ મુખ્યમંત્રીને ગિફ્ટ સિટીના સંપૂર્ણ વિઝનનો ખ્યાલ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની ગિફ્ટ સિટીની પ્રથમ મુલાકાત છે.