શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગરઃ , બુધવાર, 26 એપ્રિલ 2023 (17:07 IST)

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ફરજ બજાવતા 6 DySPની તાત્કાલિક ધોરણે બદલી

cm bhupendra patel
- લાંબા સમયથી આ છ અધિકારીઓ મુખ્યમંત્રીની સુરક્ષામાં હતાં
- આ 6 અધિકારીઓની જગ્યાએ નવા 6 હથિયાર ધારી ડિવાયએસપીને મુકવામાં આવ્યાં
 
 ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવતા 6 ડીવાયએસપીની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. એક સાથે 6 ડિવાયએસપીની બદલી કરાતા સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. લાંબા સમયથી આ છ અધિકારીઓ મુખ્યમંત્રીની સુરક્ષામાં હતાં. 
 
નવા 6 હથિયાર ધારી ડિવાયએસપીને મુકવામાં આવ્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે લાંબા સમયથી મુખ્યમંત્રીની સુરક્ષામાં રહેલા 6 ડિવાયએસપીની અચાનક બદલી થતાં સચિવાલયમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. અગમ્ય કારણોસર બદલી થતાં પોલીસ બેડામાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ 6 અધિકારીઓની જગ્યાએ નવા 6 હથિયાર ધારી ડિવાયએસપીને મુકવામાં આવ્યાં છે. 
 
વહિવટી કારણોસર બદલી કરવામાં આવી 
અધિકારીઓની અચાનક બદલી થવાથી અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સચિવાલયના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું કે, આ અધિકારીઓની બદલી વહિવટી કારણોસર કરવામાં આવી છે. હવે સીએમના કાફલામાં હથિયારધારી પોલીસ અધિકારીઓ ફરજ બજાવશે તેવું પણ સચિવાલયના સુત્રો જણાવી રહ્યાં છે.