1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 26 ડિસેમ્બર 2022 (09:45 IST)

રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ, હજુ કડકડતી ઠંડી જોર પકડશે, જાણો શું છે આગાહી

ઉત્તર ભારત સહિત દેશના વિવિધ રાજ્યોમાં કડકડતી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડા પવનોના કારણે લોકો કાતિલ ઠંડી અનુભવાઇ રહી છે. ગુજરાતમાં પણ હાડ ધ્રુજાવતી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. દિવસ દરમિયાન ઓછા તડકાને લીધે તીવ્રતા ઓછી અનુભવાય છે  જેને લીધે દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે છે. ખાસ કરીને સમી સાંજથી સવાર સુધી તીવ્ર ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.
 
આજે સવારથી જ ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા લોકો જોવા મળ્યા હતા. રાજ્યમાં આજે સૌથી વધું ઠંડી નલિયામાં હોવાના સમાચાર છે. અહીં 4.2 ડિગ્રી ઠંડી માપવામાં આવી છે. આ સિવાય અમદાવાદ-ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.
 
રાજ્યમાં ધીરે ધીરે ઠંડી શરૂ થઇ ગઇ છે. આજે સોમવારે સવારથી જ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લોકો મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે, ત્યારે આજે સવારે નીકળેલા લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. રાજ્યમાં ખાસ છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. 
 
ખાસ કરીને રાજ્યનું પાટનગર ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં પણ ઠંડી તેનું ઝોર પકડવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે. એક તરફ જ્યા ઠંડીની સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોરોનાના કેસ વધવાની સંભાવનાએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. જેને પગલે સ્વાસ્થ્ય સંબંધિત સાવધાની રાખવાની ખૂબ જ જરૂરી છે.
 
રાજ્યમાં ઠંડી જામી છે જેના કારણે લોકોએ રાત્રિના સમયે તાપણા કરવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને નલિયામાં તાપમાનનો પારો સૌથી વધુ ગગડ્યો છે. અહીં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વળી કડીમાં પણ છેલ્લા બે દિવસથી કોલ્ડવેવની આગાહી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, ભૂજ, જુનાગઢ, અમરેલી તથા ડીસામાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું.
 
ઉત્તર પર્વતીય દેશોમાં હિમવર્ષાની શકયતાને પગલે આગામી દિવસોમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ડિસેમ્બરના અંતમાં વધુ ઠંડી પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન હજુ 2થી 4 ડિગ્રી ઘટશે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે.