શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 18 એપ્રિલ 2022 (12:17 IST)

Vadodara violence- વડોદરામાં કોમી અથડામણ:વડોદરામાં મોડી રાતે કોઠીપોળની ધાર્મિક સ્થળ પર તોડફોડ, તલવારધારી ટોળાનો પથ્થરમારો

વડોદરામાં રાવપુરા ટાવર પાસે મોડી રાત્રે 11-30 વાગ્યાના અરસામાં બે બાઇક અથડાયા બાદ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં બંને કોમના ટોળા સામે ધસી આવતા પથ્થરમારો થતાં નાસભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં. બનાવને પગલે રાવપુરા ટાવરથી જ્યુબિલીબાગ સુધી બંને કોમના ટોળા એકત્ર થતાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. ટોળાએ કોઠી પોળની સાંઈ બાબાની મૂર્તિને ખંડિત કરી પથ્થરમારો કરી 10થી વધુ વાહનો અને લારીઓની તોડફોડ કરી હતી. અથડામણમાં 4 જણને ઇજા થઈ હતી.

રાવપુરા ટાવર પાસે મોડી રાત્રે 2 બાઇક અથડાયા બાદ બોલાચાલી થઈ હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં તલવાર સાથે ટોળા રોડ પર ધસી આવ્યા હતા. એક તબક્કે 300થી 400 માણસનું ટોળું રોડ પર ધસી આવતાં વાતાવરણ તંગ બન્યું હતું. તોફાની તત્ત્વોએ કોઠી પોળની સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.પથ્થરમારામાં 3 જણને ઇજા થતાં સયાજીમાં ખસેડ્યા હતા. બીજી તરફ સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે વિસ્તાર કોર્ડન કર્યો હતો. જ્યારે ભાજપ અગ્રણી ભાર્ગવ ભટ્ટને રાત્રે જ કોમ્બિંગ કરવા રજૂઆતો કરી હતી અને વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ મૂર્તિની પુન: સ્થાપના કરવામાં આવી હતી.બંને કોમના ટોળા વચ્ચે તંગદીલી વ્યાપી જતા બંને કોમના ટોળા રોડ પર ઉમટી આવ્યા હતા જેમાં ટોળાઓએ સ્થાનિક લોકોને મોબાઈલ ઉપર વિડિયો રેકોર્ડિંગ કરતા અટકાવ્યા હતા અને વાહન ચાલકોને અટકાવી અટકાવીને માર્યા હતા. એક તબક્કે દોઢસોથી બસો લોકો રાવપુરા રોડ પર ઉમટી પડતાં પૂર્વ આયોજિત કાવતરાની પણ શંકા સેવાઇ રહી છે.