રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (11:24 IST)

વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું

Congress MLA from Bijapur CJ Chawda has resigned
Congress MLA from Bijapur CJ Chawda has resigned

- સી.જે.ચાવડા વિજાપુરથી ધારાસભ્ય છે
- વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ  ઘટીને 16નું થઈ ગયું
- હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા 


ગુજરાતમાં વધુ એક ધારાસભ્યે રાજીનામું આપ્યું છે. તેથી કોંગ્રેસની મુશ્કેલી વધી છે. સી.જે.ચાવડા વિજાપુરથી ધારાસભ્ય છે. તથા સી.જે.ચાવડા 4 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા થઇ રહી છે. 5000 કાર્યકરો સાથે સી.જે.ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે.

182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ હતી અને વધુ એક ધારાસભ્ય રાજીનામું આપતા તો તે સંખ્યા ઘટી છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 16નું થઈ ગયું છે. અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તથા અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સી.જે.ચાવડાની 65 વર્ષ ઉંમર છે. તેમજ હાલ કોંગ્રેસના દંડક તરીકે વિધાનસભા ગૃહમાં જવાબદારી અપાઇ હતી. અગાઉ સરકારમાં ડેપ્યુટી કલેકટર રહી ચુક્યા છે.

ઉત્તરાયણ પુરી થયા બાદ ફરી એકવાર રાજીનામાનો દૌર શરૂ થયો છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, રાજકોટ કોંગ્રેસમાં વધુ એક ભંગાણના સમાચાર સામે આવ્યા છે.લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું છે ઓપરેશન લોટસ. આ અંતર્ગત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ રહી છે. કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.