1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 13 માર્ચ 2021 (23:05 IST)

Corona Update Gujarat - રાજ્યમાં કોરોના કેસોમાં ધરખમ વધારો, 775 લોકો થયા સંક્રમિત

આજે ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ 2.02 લાખ (2,02,022) છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હાલમાં સક્રિય કેસોની ટકાવારી 1.78% છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના વધુ 24,882 કેસ પોઝિટીવ નોંધાયા છે.
 
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 87.72% દર્દીઓ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં નોંધાયા છે. ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 63.57% દર્દીઓ માત્ર મહારાષ્ટ્રમાં છે.
 
જો ગુજરાતની વાત કરવામાં આવે તો શનિવારે રાજ્યમાં કોરોનાના 775 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 2,77,397 સુધી પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,68,775 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.89 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 19,33,388 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 4,87,135 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 
 
તો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ 188 કેસ સુરતમાં અને 185 કેસ અમદાવાદમાં મળી આવ્યા છે. તો વડોદરા જિલ્લામાં 60, રાજકોટ 64 કેસ સામે આવ્યા છે. જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં બોટાદ અને ડાંગ એમ કુલ 02 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 775 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 579 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.89 ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,68,196 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
 
અત્યાર સુધીમાં કુલ 19,33,388 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 4,87,135 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 90,829 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
 
રાજય સ૨કા૨ના આરોગ્ય વિભાગની અસ૨કા૨ક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે અને કોરોનાના કેસો કાબુમાં આવ્યા હતા. જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં ફરી વધારો થઈ રહ્યો છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4200 એક્ટિવ દર્દી છે જે પૈકી 53 લોકો વેન્ટીલેટર પર છે. 4147 લોકો સ્ટેબલ છે. 2,68,775 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 4422 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનનાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે કોરોનાને કારણે આજનાં દિવસમાં કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં હતા.