રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2023 (16:08 IST)

રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું, સુરતની વૃદ્ધાનું કોરોનાથી મોત

રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો કહેર શરુ થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સુરતમાં કોરોનાને કારણે એક મહિલાનુ મોત નિપજ્યુ છે. આ મહિલાના પરિવાના સભ્યો સહિત 15 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવ્યા.  
 
રાજ્યમાં બે દિવસ પહેલા જ હોળીનો તહેવાર ગયો છે અને આ તહેવારની ઉજવણી બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં H3N2 કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં H3N2થી મહિલાનું મોત થયું હોવાની આશંકા લગાવાઈ રહી છે. જો કે મહિલાના રિપોર્ટ ગાંધીનગર ખાતે લેબમાં મોકલવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ તથ્ય જાણી શકાશે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસો નોંધાયા છે. આ ઉપરાંત 6 જેટલા દર્દીઓ કોરોનાથી સાજા થઈને ઘરે પહોંચ્યા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 136 છે. આ ઉપરાંત કોરોનાના બે દર્દીની ગંભીર હાલત હોવાથી તે સારવાર લઈ રહ્યા છે. 
 
સુરત શહેરમાં ધુળેટીની ઉજવણી બાદ કોરોનાના દર્દીની ફરી શરૂઆત થઈ ગઈ છે. હાલમાં કોરોનાના દર્દી હાલ સિંગલ ડિજિટમાં છે પરંતુ નજીકના ભવિષ્યમાં ડબલ ડીજીટમાં આંકડો પહોંચે તેવી ભિતી છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફ્લૂના લક્ષણ હોય તેવા દર્દીઓને કોરોનાનો ટેસ્ટિંગ કરાવવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત આવા લક્ષણો ધરાવતા દર્દીઓની માહિતી પાલિકાને ત્વરિત મળે તે માટે તબીબોને તાકીદ કરી છે. છે. આ પહેલા પણ મહિલાને કોરોના થયો હતો પણ વેક્સીન ન લીધી હતી.